આ રાઉન્ડ મોટી તબાહી મચાવશે, અંબાલાલ પટેલે જાહેર કરી ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી, આ વખતે મેઘરાજા કોઈની પણ શરમ નહીં રાખે, જાણો કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી…

રાજ્યમાં લગભગ ચોમાસાની સિઝનમાં ૧૦૦.૮૫ ટકા વરસાદ થઈ ચૂક્યો છે. આ વખતે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ જળાશયો પણ ઓવર ફ્લો થઈ ગયા છે અને ખેતરોના કુવામાં પણ પાણીની સારી એવી આવક થઇ છે..સારા વરસાદને કારણે નદી અને તળાવની જળ સપાટીમાં પણ વધારો થયો છે.

આ વખતે સીઝનમાં સારો વરસાદ થવાથી ગરમીમાં પાણીની સમસ્યા ઉદભવે નહીં. પરંતુ હજુ પણ વરસાદ ગયો નથી રાજ્યમાં વરસાદ હજુ પણ આવવાની સંભાવના છે. હવામાન વિભાગ એ અનુમાન લગાવ્યું છે કે આવનાર પાંચ દિવસોમાં રાજ્યમાં સામાન્ય વરસાદ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનાર દિવસો માટે વાતાવરણ કેવું રહેશે અને કેટલું તાપમાન રહેશે તે અંગે માહિતગાર કર્યા છે.

અંબાલાલ પટેલે થોડા દિવસ પહેલા જ વરસાદ અંગે આગાહી કરી હતી. અંબાલાલ પટેલે કહ્યું હતું કે 30 અને 31 ઓગસ્ટના રોજ વરસાદનો ફરીથી એક રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ સપ્ટેમ્બર મહિનાના પહેલા વિક સુધી જોવા મળશે. ઓગસ્ટ મહિનાના અંતમાં ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં મહેસાણા, બેચરાજી પંચમહાલ, કચ્છ તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે.

જ્યાં પણ વરસાદ પડશે ત્યાં મધ્યમ વરસાદ જોવા મળશે ભારે વરસાદની કોઈ જ આગાહી નથી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે અરબસાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેને કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે અને ગુજરાતના કોઈ કોઈક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. 30 ઓગસ્ટ થી સપ્ટેમ્બરના પહેલા વિક સુધી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના નિશાન અંબાલાલ પટેલે આઠથી 11 સપ્ટેમ્બર ની વચ્ચે વરસાદ પડશે તેવું જણાવ્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.