અંબાલાલ પટેલે જાહેર કરી ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી, જાણો આગામી સમયમાં કયા વિસ્તારમાં મેઘરાજા તાંડવ મચાવશે, સમગ્ર રાજ્યમાં હળવા ચક્રવાત થી લઈને…

વધુ વધુ એક વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ગુરૂવારના દિવસે રાજ્યના 90 તાલુકામાં વરસાદે માહોલ જામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદથી લઈને ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

જેમાં ખાસ કરીને સુરત નવસારી વલસાડ તાપી નર્મદા ભરૂચ જેવા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ જ સારા એવા વરસાદ થવાના એંધાણો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમાંથી લઈને ભારે વરસાદ પડી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે રાજ્યના બીજા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નહિવત પ્રમાણમાં છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધતાની સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે હવામાન શાસ્ત્રી અમારા પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ છોટાઉદેપુર નર્મદા રાજકોટ ભરૂચ ભાવનગર મોરબી અમરેલી બોટાદ જેવા અનેક વિસ્તારોમાં ખૂબ જ સારા એવા વરસાદ પડવાની આગાહી છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનો ની આઠ તારીખથી લઈને 11 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી પણ શક્યતા છે હળવા ચક્રવાત ની અસર જોવા મળી શકે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published.