અંબાલાલ પટેલ અને મનોરમા મોહનતીએ વરસાદને લઈને શું કરી મોટી આગાહી? આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ -જાણો Gujarat Trend Team, August 1, 2022 રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે ત્યારે ફરીથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ને લઈને આગાહી જાહેર કરી છે હોમ અને વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેના કારણે ભારે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા સાવ નહિવત છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એવા ડોક્ટર મનોરમા મોહનતી ના જણાવ્યા અનુસાર આ ગમી પાંચ દિવસ કચ્છ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે તેમને જણાવ્યું કે હાલ રાજ્યમાં કોઈ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી રહી પરંતુ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે રાજ્યના અમુક જિલ્લા તાલુકાઓમાં હળવા થી લઈને મધ્ય વરસાદ નોંધાવી શકે તેવી શક્યતા છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ઘણો ઓછો વરસાદ વરસી શકે છે રાજ્યમાં છૂટક છૂટક ઝાપટા પડી શકે કેટલી જગ્યાએ હળવો વરસાદ નોંધાઈ શકે છે અમદાવાદમાં તાપમાન 33 ફેલાઈને 35 ડિગ્રી સુધીનું જોવા મળ્યું છે વરસાદનું જોર ઘટવાને કારણે વાતાવરણમાં ગરમી અને બફારો નું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ આગાહી જાહેર કરી છે કે રાજ્યમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે સમગ્ર રાજ્યમાં વરસાદ ચોથી ઓગસ્ટથી શરૂ થઈ શકે છે રાજ્યમાં ચાર ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં અંબાલાલ પટેલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી શક્યતા જાહેર કરી છે તમને જણાવી દેવી હોય તો આ સીઝનનો 70 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેમાં કચ્છમાં 117 ટકા વરસાદ નોંધાયો છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં 82% સૌરાષ્ટ્રમાં 62 ટકા મધ્ય ગુજરાતમાં 61% અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 56% વરસાદ ની નોંધણી થઈ છે. સમાચાર