મહિલાને યુવકની મિત્રતા ભારે પડી, મહિલા પાસે રોજે રોજ અલગ અલગ રીતે ફોટા મંગાવતો પરંતુ એક દિવસ તો…

આજની આ યુવા પેઢી માટે મોબાઈલ એક અનિવાર્ય વસ્તુ બની ગઈ છે. જેના વગર કોઈને ચાલતું જ નથી. એક સમયે જો ખાવા પીવાનું ન મળે તો ચાલી જાય પરંતુ જો મોબાઈલ ન મળે તો આજની પેઢીને થોડી વાર પણ ચાલતું નથી, તેમાં ઘણી બધી નવી નવી એપ્લિકેશનો વડે મિત્રો બનાવતી આ નવી પેઢી કાંઇ પણ જોયા વગર કોઈ પણની સાથે મિત્રતા બાંધી દે છે અને પછી ફસાય જતા હોય છે. આ બાબતમાં સાઇબર ક્રાઇમ એ હવે એક મોટી આફત બની ગઇ છે.

રાજ્યના પાડોશમાં જ આવેલ સંઘપ્રદેશ દમણમાં એક યુવતીને એક અજાણ્યા ઈસમ સાથે વાત કરવી ભારે પડી ગઈ છે. ઇન્ટરનેશનલ કોલ કરી અને યુવતી સાથે બિભત્સ માંગણીઓ કરી યુવતીને પરેશાન કરતા ઈસમને અંતે દમણ પોલીસે આંધ્રપ્રદેશમાંથી ઝડપી લીધો છે. સંઘપ્રદેશ દમણની નાની દમણ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા જ એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી છેલ્લા ઘણા સમયથી ખુબ જ પરેશાન થઇ રહી હતી. આ પીડિત યુવતીને છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ કોલ પણ આવતા હતા અને આ કોલમાં યુવતીને એક ઈસમ નામના યુવક સાથે મોબાઈલમાં વાત કરવાનું ભારે પડી ગયું છે.

શરૂઆતમાં તો સામાન્ય વોટ્સઅપ કોલ લાગતો આ કોલ હવે તેના માટે મોટી મુસીબત બની ગયો હતો. કારણકે મોબાઈલની બીજી બાજુ જે તેની સાથે ચેટિંગ કરી રહ્યો હતો તે વારંવાર તેને પોતાના ન્યૂડ ફોટાઓ અને અશ્લીલ વિડીયો મોકલતો રહેતો હતો. આ યુવતીને પણ તે યુવક આ પ્રકારના ફોટા મોકલવા માટેનું દબાણ કરી રહ્યો હતો. અને જો તે આવું નહી કરે તો તેને ખુબ ભારે પડી જશે, આ પ્રકારની ધમકીઓ પણ આપી રહ્યો હતો. યુવતીની ફરિયાદને આધારે દમણ પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા.

મામલાની ગંભીરતાને જોઇને દમણ પોલીસે સાયબર એક્સપર્ટની મદદ લઈ અને અંતે યુવતીને પરેશાન કરનાર સૈયદ બદુલ્લા નામના યુવકની આંધ્ર પ્રદેશના કડપ્પા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પહેલી જ નજરે સામાન્ય લાગે એવા આ વ્યક્તિની માનસિકતા ખૂબ જ વિકૃત છે. દમણની યુવતીને વોટ્સઅપ કોલ કરી અને અશ્લીલ માગણી કરતો હતો. આ સૈયદ બદુલ્લા નામના આ યુવકને અંતે દમણ પોલીસે ઝડપી લીધો છે.

દમણ પોલીસ જ્યારે આંધ્રપ્રદેશના કડપ્પા વિસ્તારમાં પહોંચી હતી ત્યારે દમણ પોલીસને પણ આરોપીને પકડવા માટે ભારે ઘર્ષણનો સામનો કરવો પડ્યો હતો. જોકે સ્થાનિક પોલીસની મદદથી અંતે આ આરોપી સૈયદ અબદુલ્લાની ધરપકડ કરવામાં દમણ પોલીસને સફળતા મળી ગઈ હતી. આરોપી એટલો બધો શાતીર હતો કે તે વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો જેથી તે પોતાની ઓળખને છુપાવી શકે અને પકડાય નહિ.

Leave a Reply

Your email address will not be published.