પતિએ એક નાની વાતમાં ઠપકો આપ્યો તો પત્નીએ કરી લીધો આપઘાત, 24 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાધો

આજકાલ આપઘાત ના બનાવો ખૂબ જ વધી ગયા છે અને કોઈપણ વ્યક્તિને કોઈ ગમે તે કહી દે અથવા તો તે તકલીફમાં હોય તો તે હંમેશા હાર માની લે છે અને કોઈપણ રીતે આપઘાત કરી લે છે તેમાં પછી ગળેફાંસો ખાઇને આપઘાત કરે છે અથવા તો નદીમાં કૂદકા મારી દે છે. અને એવી જ એક ઘટના અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ બેન હોટલ પાસે બની હતી.

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલી બેન્સન હોટલ પાસે આવેલ હનુમાન ટ્રેડર્સ કમ્પાઉન્ડમાં રૂમમાં બહાર સૂઈ જવા અંગે પતિ દ્વારા ઠપકો આપતા 24 વર્ષીય મહિલાને ખુબજ લાગી આવ્યું હતું અને ત્યારબાદ તેને પોતાના રૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે સંદીપ જયંતિ વસાવાએ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

નેત્રંગ તાલુકાના અટખોલ ગામના ખોખરાપાટ ફળિયાની અને હાલ અંકલેશ્વર નેશનલ હાઈવે પર બેન્સન હોટલ પાસે આવેલી હનુમાન ટ્રેડર્સની જગ્યામાં એક રૂમમાં રહેતી પારૂલ કમલેશ વસાવા (24) 22મી મેના રોજ રાત્રે જમીન પર સૂવા જતી હતી. અને તેના પતિએ તેને બહાર ના જવા કહ્યું હતું.

પતિ કમલેશ વસાવાએ પત્ની પારૂલને ના ન કહેતાં બંને વચ્ચે બોલાચાલી થતાં પારૂલબેન વસાવા રૂમ માં જતા રહ્યા હતા અને ત્યાં તેમને ગળે ફાંસો ખાઈ લીધો હતો અને તેમાં સંદીપ ભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અને આ બનાવ અંગે સંદીપ જયંતિ વસાવાએ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *