અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્ય પર આની વધુ ખતરનાક અસર થશે, આ વિસ્તારમાં…

અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓપરેશનને કારણે અત્યારે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે અને તેના કારણે લો પ્રેસર જેવી સિસ્ટમ સર્જાતા 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આગામી 48 કલાક દરમિયાન અરવિંદ સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ વધુ સક્રિય બનશે અને તેના કારણે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ત્રણ નંબરનું ભવિષ્ય સૂચક સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે આ સાથે સમુદ્રમાં રહેલી બોટને નજીકના બંદરમાં આશરે લેવા સેટેલાઈટ મારફતે જણાવવામાં આવ્યું છે.

આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે 11 ઓગસ્ટ સૌરાષ્ટ્રને કચ્છ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ 12 ઓગસ્ટના દિવસે ભારે વરસાદ નોંધાઈ શકે તેવું જણાવવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાને કારણે આની અસર ગુજરાત ઉપર જોવા મળી છે તેના કારણે પોર્ટ ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.

આ સાથે માછીમાર અને દરિયો ન ખેડવાની પણ સુચના હવામાન વિભાગે આપી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું હવામાન વિભાગનું જણાવ્યું છે જ્યારે આગામી ત્રણ દિવસ તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *