અરબી સમુદ્રમાં 70 કિમી દૂર વાવાઝોડું પસાર થઇ રહ્યું હતું, પરંતુ ગુજરાત માટે ખુબ મોટું સંકટ ટળ્યું, હવામાન વિભાગે… Gujarat Trend Team, July 18, 2022 રાજ્યમાં સતત પડી રહેલા વરસાદ ને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી હતી ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા ત્યારે ઘણા લોકો પાણીની વહેણમાં મુસીબતમાં ફસાઈ ગયા હતા ત્યારે એનડીઆરએફ ની ટીમ સહી સલામત બચાવવા માટે લોકોની સતત ને સતત મદદ કરી રહ્યા છે. અને આવવામાં અત્યારે ઓખા ગુજરાત દરિયાકાંઠા વિસ્તારમાં 70 કિલોમીટર દૂરથી અરબી સમુદ્રમાં આવેલા વાવાઝોડા ને કારણે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું અત્યારે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગના અધિકારીઓ શનિવારથી જ પોરબંદર દરિયા કિનારે નજર રાખી રહ્યા હતા અને રવિવારની સવારે જ રાષ્ટ્રીય બુલેટિનમાં પણ જણાવવામાં આવ્યું હતું કે આગામી 24 કલાક પશ્ચિમ ઉત્તર તરફ ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર ડિપ્રેશનના કારણે સાયકલોન ના દરિયા કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. આગળ હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે તે આગળ વધી રહ્યું હોય, રવિવારની સવારે પોરબંદર થી લગભગ 170 કિલોમીટર દૂર હતું પશ્ચિમ ઉત્તર ઓખા થી 70 km જ્યારે નલીયા થી 70 km દક્ષિણ પશ્ચિમ અને પાકિસ્તાનના કરાચી થી 270 કિલોમીટર દૂર કેન્દ્રિત હતું. હવામાન વિભાગના અધિકારીઓ એ શનિવારની સાંજે લોકોને સાવચેત કરી દીધા હતા કે પોરબંદર અને નજીકના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે ઝડપી પોર્ન ફૂકાશે કે તેવી શક્યતા છે અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી પણ આગાહી જાહેર કરી હતી. ત્યારે હવામાન વિભાગ એ માછીમારોને પણ ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી હતી અને લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચી જવાની પણ સલાહ આપી હતી. સમાચાર