સમાચાર

આ વિસ્તારમાં વરસાદ એટલો પડ્યો કે પૂરની સ્થિતિ સર્જાઈ, લાખો લોકો અસરગ્રસ્ત સાથે 55 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

રાજ્યમાં થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અનેક જગ્યાએ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેમાં ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો મા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં વલસાડ નવસારી સુરત દાદરા નગર હવેલી સહિત બીજા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સોમવારથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પણ ચોમાસુ સત્તાવાર રીતે પ્રવેશ કરશે આ સાથે ૨૧ અને ૨૨ જૂને ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને 20 જૂન થી લઈને 22 જૂન સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. શનિવારના રોજ રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અમદાવાદમાં સૌથી વધારે ધંધુકા માં ૩૩ એમ એમ વરસાદ નોંધાયો હતો.

જ્યારે ખેડા 28 ચોટીલામાં બેમ ખેડાના કબાટમાં 19 એમ ધોલેરા તથા સુરતમાં અડધો ઇંચ જેટલો વરસાદ શનિવારે વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સોમવારથી ચોમાસુ સાર્વત્રિક રહેશે અને સોમવારથી ચોમાસાની ગતિવિધિ છે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે આગળ વધારે જણાવ્યું કે 22 જૂનના રોજ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

ચોમાસુ શરૂ થતા જ રોકાણ કેસમાં પણ વધારો જોવા મળી શકે છે સુરતમાં ડેન્ગ્યુ મેલેરિયા તાવ ગેસ્ટ્રો જેવા કેસમાં વધારો જોવા મળ્યો છે જ્યારે પાંડેસરા વિસ્તારમાં ૨૧ વર્ષિય યુવકનું ઝાડા ઉલટી ને લીધે કરો રીતે થયું હતું. જ્યારે સિવિલ સ્મીમેરમાં જૂનમાં અત્યાર સુધીના તાવ ગેસ્ટ મેલેરિયા ના 670 કેસ સામે આવ્યા છે.

સમગ્ર દેશમાં વરસાદી વાતાવરણની વાત કરીએ તો મેઘાલય અને આસામમાં અત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ છે આસામમાં તો 28 જિલ્લામાં ૧૯ લાખ લોકો વરસાદને કારણે અસરગ્રસ્ત બન્યા છે તમને જણાવી દઇએ કે આ પૂરની સ્થિતિમાં એક લાખ લોકો ને બચાવી ને અત્યારે રાહત કેમ્પમાં આશ્રય આપવામાં આવ્યો છે.

આ પૂરની સ્થિતિને કારણે મૃત્યુઆંક માં પણ વધારો થયો છે જે અત્યારે આ આંકડો વધીને 55 થઈ ચૂક્યો છે જ્યારે મેઘાલયમાં 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તમને જણાવી દઈએ કે આ સમગ્ર આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમગ્ર ઘટનાની જાણી લીધી હતી અને આસામના મુખ્ય મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી અને પૂરતી મદદ માટેના પ્રયાસ પણ ચાલુ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published.