અતિ ભારે વરસાદ અને કારણે બનાસકાંઠામાં રેડ જાહેર, નડાબેટ રણ આખું દરિયામાં તબદીલ…

હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદનું જોર વધશે આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અત્યંત ભારે વરસાદ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા જેવા વિસ્તારમાં જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા ના કાંકરેજ મામલતદાર કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં 23 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચવાની સલાહ આપવામાં આવી છે અને નદીના પટમાં તથા પાણીના ચાલુ કરવામાં પ્રવેશવાનો સાહસ ન કરવાની પણ સુચના આપવામાં આવી છે.

બનાસકાંઠાના સુઈગામ વિસ્તારમાં 3:30 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ અને શેરીઓ પાણી-પાણી થઈ ગયા હતા તેમજ નડાબેટ બોર્ડર હાલ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે વરસાદનું પાણી રણમાં ઘૂસતા રણ અત્યારે દરિયામાં તકદીર થઈ ગયું છે પરંતુ આ ભારે વરસાદમાં પણ નડાબેટ બોર્ડર પર બીએસએફ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે.

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને કારણે ઉપરવાસમાં પાણી અને કારણે નદીઓમાં પાણી આવી શકે છે અને બનાસ નદીના કિનારે આવેલા લોકોને સતત રહેવાની પણ વહીવટી તંત્ર એ સૂચના આપી દીધી છે જ્યારે સ્થાનિક લોકોને નદીના પટમાં અને ચાલુ પ્રવાહમાં ન જવાની અપીલ કરવામાં આવી છે આ સાથે તાલુકો કક્ષાએ કંટ્રોલરૂમ પણ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં પૂર જેવી અસરગ્રસ્ત સ્થિતિ લાગે ત્યાં હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દે તો બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદની સ્થિતિ અત્યારે ખરાબ બની છે થરાદ વિસ્તારની વાત કરે તો છ કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે માર્કેટયાર્ડ સુધી પાણીના ગરકાવ થઈ ગયા છે. અને રસ્તાઓ પર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ જતા મુસાફરોને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદને આગાહી બાદ હવે થરાદમાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો સવાર છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો. થરાદના ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા હતા હાઇવે પર પણ પાણી ભરાતા વાહન ચાલ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો ઉઠાવો પડી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.