કેસમાં સામે આવ્યો ચોકાવનારો ખુલાસો: પ્રોપર્ટી માટે પોતાના સગા ભાઇ અને ભત્રીજાને હત્યા કરી નાખનારી મહિલાને સજા…

પાટણ શહેરની અંદર વર્ષ 2019 માં ડેન્ટિસ્ટ ડોક્ટર બહેનને પરિવારમાં માન મોભો તેમજ મિલકત હડપી લેવાની લાલચના કારણે સગા ભાઈ અને ભત્રીજીને ધતુરાનું ઝેરી પાણી અને સાઈનાઈટ આપી તેમની હત્યા કરી નાખી હતી. તમને જણાવી દઈએ કે આ કેસમાં હવે ખુબ જ અગત્યનો ચુકાદો આવ્યો છે. આ કેસ આજે પાટણ કોર્ટમાં ચાલતા કોર્ટે આ કાળજું કંપાવે તેવી હત્યા મામલે આરોપી બહેન જ્યાં સુધી જીવે ત્યાં સુધી કેદની સજા સંભળાવી છે.

આ ડબલ મર્ડરની ચોકવનરી ઘટના ન્યુઝમાં આવી હતી. જેની અંદર પાટણ શહેરની અંદર રહેતી કિન્નરી પટેલ કે જેઓ વ્યવસાયે ડેન્ટિસ્ટ ડોક્ટર ની નોકરી કરે છે. તેના સગા ભાઈ જીગર પટેલ અને તેમની દીકરી 14 વર્ષની માહીની હત્યા કરવા માટે ધતુરાનું ઝેરી પાણી અને સાઈનાઈટ આપી ઠંડા કલેજે તેમની હત્યા ને અંજામ આપ્યો હતો. તેની સાથે તેના સગા ભાઈ જીગરની પત્ની ભૂમિ પટેલની હત્યા કરવા માટે પણ આજ પ્રકારે ધતુરાનું ઝેરી પાણી અને સાઈનાઈટ આપી તેમની અવિશ્વસનીય રીતે હત્યા કરી નાખી હતી.

પરંતુ ભુમીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મળતા તેનો માંડ માંડ જીવ બચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ આખો કેસ પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી કિન્નરીને પોલીસે પકડી તેની સાથે પુછપરછ કરવામાં આવી છે. આ બંવમાં કિન્નરીએ પરિવારમાં માન મોભો ન મળતો હોઈ તેમજ મિલકતની લાલચમાં આવુ ઘીલોનું કામ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કેસની અંદર આજે પાટણની એડિશનલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી કિન્નરીને જીવે ત્યાં સુધીની કેદની સજા સંભળાવવામાં આવી છે. ત્યારે આ પ્રકારના ચુકાદાને મૃતકના પરિવારજના લોકોને યોગ્ય ગણવામાં આવતો નથી. બીજી બાજુ આરોપી તરફે આ ચુકાદાને માન્ય ન રાખી હાઇકોર્ટની અંદર જવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.