સમાચાર

બહેનએ વિધર્મી યુવક સાથે પ્રેમ હતો તો ભાઈએ બહેનના પ્રેમીની હાલત કરી નાખી એવી કે…

તેના ભાઈએ તે તેના મિત્રની મદદથી બહેનના પ્રેમીને ખૂબ જ માર માર્યો હતો આથી તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા બહેને પણ બ્લેડ વડે હાથ મા નસ કાપી લીધી હતી. રાજકોટ શહેરમાં એક ફિલ્મી સીન જેવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક ભાઈએ પોતાના બહેન ને પ્રેમી સાથે વાત કરતાં જોઈ લેતા એના મિત્રો સાથે મળીને યુવકને માર માર્યો હતો.

ભાઈએ બહેનના પ્રેમીની હત્યા ગુનામાં ભક્તિનગર પોલીસ એ શાકીર રફિકભાઈ અને અબ્દુલ અસ્લમભાઇ અજમેર ની ધરપકડ કરી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મિથુનનું તાજેતરમાં શાકીર અને શાકીરના અન્ય મિત્ર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.સૌપ્રથમ, શાકીર અને તેના મિત્ર અબ્દુલ એ ધંધાકીય હેતુ માટે રાજકોટમાં સ્થાયી મીથુન નું અપહરણ કર્યું હતું અને આ પછી, બેડના લાકડાના પાયાથી ત્રણ-ચાર અલગ-અલગ જગ્યાએ માર મારવામાં આવ્યો હતો.

માર માર્યા બાદ મિથુન જ્યાં રહેતો હતો તે જ ગલીમાં ફેંકી દીધો હતો અને બંને આરોપીઓ જતા રહ્યા હતા. મિથુનને ગંભીર ઈજા થઈ હોવાની માહિતી મળતા તેને તાત્કાલિક અસરથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સ્થળ પર જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ ભક્તિનગર પોલીસને થતા તેઓએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આઈપીસીની કલમ 302 અને 364 હેઠળ મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી શાકિરે જણાવ્યું કે તે અને મિથુન બંને મિત્રો હતા. તેઓ મિત્રો હોવાથી તેઓ અન્ય મિત્રો સાથે ઘર પાસે જ બેસતા હતા. જ્યારે મુખ્ય આરોપી અને મિથુનના મિત્ર શાકીરને ખબર પડી કે મિથુન તેની બહેનના પ્રેમમાં છે, ત્યારે તે મિથુનને તેની બહેનથી દૂર રહેવાની ચેતવણી પણ આપે છે.પણ મિથુન અને સુમૈયા ફોન પર એકબીજા સાથે વાત કરતા હતા. પ્લાન મુજબ મિથુનને પહેલા મોટરસાઈકલ પર બેસાડી નદી કિનારે અને અન્ય સ્થળોએ લઈ જવામાં આવ્યો જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ પછી બંને આરોપીઓએ તેને તેમના ઘર પાસે ફેંકી દીધો અને ચાલ્યા ગયા. તેના પ્રેમીને તેના જ ભાઈએ માર માર્યો હોવાની જાણ થયા બાદ યુવતીએ પોતાના હાથમાં બ્લેડ વડે પોતાને ઈજાગ્રસ્ત કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, સગીરાએ એ વિચારીને પોતાના ડાબા હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો કે જ્યારે તેના પ્રેમીની હત્યા કરવામાં આવશે ત્યારે તે પણ આ દુનિયામાં નહીં રહે.યુવતી ને ઈજા થતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.