જયપુરમાં એક ચોંકાવનાર કૂતરાના આતંક અને હુમલાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક નવ વર્ષનો બાળક ઘરની બહાર નીકળ્યોઅને નીકળતાની સાથે જ બાળક પર રખડતા 5 કૂતરાઓએ હુમલો કરી દીધો. જો કે કેટલાક રાહદારીઓ બાળકને મદદ કરી અને બાળકને બચાવ્યો. આસપાસના લોકોનું કહેવું છે કે રખડતા કૂતરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને કોઈ ધ્યાન રાખી રહ્યું નથી.
નવ વર્ષનો બાળક રખડતા કૂતરાઓનો શિકાર બન્યો જેમાં 5 કૂતરાઓના ટોળા એ 9 વર્ષના બાળકને ઘેરી ને તેના પર હુમલો કર્યો. નિર્દોષ બાળકને કૂતરાઓ એ શરીર 40થી વધુ જગ્યાએ બચકા ભર્યા હોવાનું બહાર આવ્યું છે. પત્રકાર કોલોની પાસેના રાધા નિકુંજ સી બ્લોકમાં જિતેન્દ્ર મિશ્રાનો નવ વર્ષનો પુત્ર દક્ષ આ કુતરાના હુમલાનો શિકાર બન્યો હતો. કુતરાઓ જયારે હુમલો કરી રહ્યા હતા ત્યારે લોકો બચાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ કુતરાઓના આતંક થી ડરતા પણ હતા.
ત્યારે બે મહિલાઓ એ બાળકને મદદ કરી અને કૂતરાને ભગાડી અને દક્ષના પરિવારને જાણ કરી અને 9 વર્ષના બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે કોલોનીમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને તેમનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જો કે ભૂતકાળમાં આવો બનાવ બન્યો છે અને આ કૂતરાઓ બે બાળકો પર હુમલો કરી ચૂક્યા છે જે વિશે ઘણી વખત ફરિયાદ કરવામાં આવી છતાં પણ મહાપાલિકા કોઈ ઠોસ કદમ ઉઠાવી નથી રહી.