ઘર પાસે રમતી બાળકીને પોતાના ઘરે લઇ ગયો અને બાદમાં નરાધમે તેની સાથે જે કર્યું તે…

સુરતના પાંડેસરામાં શ્રમજીવી પરિવારની વધુ એક બાળકી હવસખોરનો ભોગ બની ગઈ છે. ઘર પાસે રમી રહેલી ૪ વર્ષની એક બાળકીનું અપહરણ કરી અને તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં ૪૦ વર્ષના એક નરાધમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ બાળકીને જ્યાં રમતી હતી ત્યાં જ મૂકી ગયો હતો. બાળકીને દુખાવો થતાં જ તેણે તેની માતાને આ વાત જણાવી દીધી હતી. લોકોએ પકડીને આરોપીને પોલીસને સોંપી દીધો છે.

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ મૂળ બિહારના ઔરંગાબાદનો નિતેશ પોતાના પરિવાર સાથે પાંડેસરાના વડોદ ગામની સીમમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાન પણ છે. સૌથી નાની દીકરી ૪ વર્ષની છે જેનું નામ રિયા છે. રવિવારે બપોરે રિયાની માતા તેના ઘરની નીચે કપડા ધોઈ રહી હતી.

રિયા ઘરથી થોડા અંતરે રમતી હતી. તે સમયે આરોપી અજય રામાભાઈ પટેલ રિયાનું અપહરણ કરી અને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ થોડા સમયમાં ફરીથી તે જ્યાં રમતી હતી ત્યાં મુકીને પાછો જતો રહ્યો હતો. થોડા સમયમાં રિયાની માતા તેને ઘરે લઈ ગઈ હતી. ત્યાં તેણીને પ્રાયવેટ પાર્ટમાં દુખાવો થવા લાગ્યો હતો.

રિયાએ તેની માતાને જણાવ્યું કે અજય અંકલ તેને લઈ ગયા અને તેની સાથે આવી રીતે ખરાબ કામ કર્યું હતું. રિયાની માતાએ તેના પતિની રાહ જોઈ હતી. સાંજે તેનો પતિ ઘરે આવ્યો હતો. ત્યારે આ ધટના વિશે તેના પતિને જણાવ્યું હતું. રાત્રે અજય આવતા તેને ઝડપી લીધો હતો. અજયે કહ્યું કે તેને રિયા સાથે આવું કાંઈ પણ નથી કર્યું. ત્યારે રિયાએ બધાની વચ્ચે કહ્યું કે અજય અંકલે તેની સાથે ખુબ ખરાબ કામ કર્યું હતું. લોકોએ અજયને ઝડપી લીધો હતો. રિયાની માતાએ ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે અપહરણ, બળાત્કાર, પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને અજયની ધરપકડ કરી લીધી છે.

આરોપી અજય રિયાના ઘરે પાણી આપવા આવતો હતો મૂળ નડિયાદના રામનગરનો અજય પટેલ વર્ષોથી આવાસમાં રહેતો હતો. અજયના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને એક દીકરો છે. તે સવારે પીવાના પાણીનો બાટલો ઘરેઘરે મુકવાનું કામ કરે છે. અને બપોર પછી મજુરી કામ કરે છે. તે છેલ્લા પાંચ દિવસથી રિયાના ઘરે પાણીનો બાટલો નાખવા જતો હતો. એટલે રિયા તેને ઓળખતી પણ હતી.

Leave a Reply

Your email address will not be published.