ધનાઢ્ય પરિવારના બાળકો બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવા આવું પણ કામ કરી શકે? જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ

રાજકોટ શહેરમાં છેલ્લા થોડાક દિવસથી ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક કિસ્સો જે માતા-પિતા ને લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકો અત્યારે પોતાના શોખ પૂરા કરવા માટે બધી જ હદ વટાવતા હોય છે ત્યારે રાજકોટમાં એક ધનાઢ્ય પરિવારમાંથી આવતા છોકરાઓએ બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. ચાલો તમને જણાવી દઈએ વિગતવાર માહિતી શું છે તે.

યુનિવર્સિટી પોલીસે આ સમગ્ર મામલાની જાણ થતાં બે બાળકો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોંકાવનારી અને અજીબો-ગરીબ કિસ્સાઓ બની રહ્યા હતા જેમાં તાજેતરમાં જ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ નકલી નોટ બનાવતા હતા અને તે બંનેને નકલી નોટો બનાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે બે ત્રણ દિવસ અગાઉ ઇન્ટરનેટના માધ્યમથી સમલૈગિક સંબંધો બાંધવામાં બાબતે હેરાન પરેશાન કરતા બ્લેકમેલિંગ કરી રહેલા ચાર વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી જ્યારે આજે ધનિક પરિવારના બાળકો ચોરીના રવાડે ચડ્યા હોવાના કેસ સામે આવ્યો છે.

અહેવાલો અનુસાર પોલીસ દ્વારા જાણકારી મળી છે કે એક સગીરના બર્થ ડે હોવાને કારણે તાત્કાલિક જરૂરિયાત હતી અને તેના કારણે ત્રણ જેટલા મિત્રો એમ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને આ માટે તેમણે સ્કોર્પિયો તેમજ i20 કાર ભાડે કરવામાં આવી હતી અને મિત્રો એ જુદી જુદી બાંધકામ સાઇટ પર પહોંચીને ત્યાંથી રેકી કરી હતી.

આ ત્રણેય શખ્સોએ 27 જૂનની રાત્રે પણ ત્રણ આજુબાજુ જ્યાં બાંધકામ સાઇટ ચાલુ હોય ત્યાં પહોંચી અને સાઇટ પરથી ભંગાર ચોરી કરીને ત્યાંથી ભાગી ગયા હતા અને જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ માં ક્યારે થઈ હતી અને બાદમાં બાંધકામના માલિક એ પોલીસ સ્ટેશનમાં આની જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ કર્મચારી તાત્કાલિક ધોરણે મારી તપાસ કરી અને ગણતરીના સમયમાં જ આ ત્રણેય શક્ષોને પકડી પાડ્યા હતા.

પોલીસ કર્મચારીઓની પૂછપરછ જ દરમિયાન જાણવા મળ્યું કે કોઇટા ગુનેગાર નહીં પરંતુ શહેરની નામાંકિક સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું અને પોતે ધનાઢ્ય પરિવારથી આવી રહ્યા છે તેવું પણ સામે આવ્યું હતું. જો આ દીકરાઓના માતા પિતાની વાત કરીએ તો આરોપી કૃણાલ પાલ ના પિતા પોતે જમીન-મકાનની લે-વેચ કરે છે જ્યારે બીજા આરોપીના પિતા મેડિકલ સ્ટોર ચલાવે છે.

જ્યારે ત્રીજા સગીર દીકરાના પિતા ખૂબ જ સુખી અને ઉત્તમ પરિવાર માંથી આવે છે જે ખૂબ જ ધનાઢ્ય પરિવારમાંથી આવે છે જે પોતે ખુબ જ ઊંચી કિંમત નો મોબાઇલ હોવાનું સામે આવ્યું છે વધુ માહિતી જાણવા મળે છે કે આ બાળકોએ અગાઉ પણ મોજશોખ પૂરા કરવા માટે લોખંડ ની ચોરી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published.