બાળકો બન્યા માતા વગરના, દમણમાં બોથડ પદાર્થ વડે ગંભીર મારીને કરી એક મહિલાની હત્યા

બાળકો માતા વિહોણા બન્યા:દમણમાં બોથડ પદાર્થ વડે ગંભીર માર મારી મહિલાની હત્યા, દારૂ પીવાની ના પાડતા પિતાએ જ માતાની હત્યા કરી હોવાનો દીકરીનો આક્ષેપ વલસાડ જિલ્લાની નજીક જ આવેલાં દમણમાં એક મહિલાની ખૂબ જ બેરહેમીથી હત્યા કરવામાં આવી છે અને તેની આ હત્યા તેના પતિએ જ કરી હોવાનો આક્ષેપ તેની સામે કરવામાં આવ્યો છે તેમ જ આ મહિલાની પુત્રી જણાવે છે કે તેની માતાની હત્યા તેના પિતાએ જ કરી છે.

તેના પતિને દારૂ પીવાની આદત હતી તેથી તેની પત્નીએ તેને દારૂ પીવાની ના પાડતા જ તેના પતિએ તેની હત્યા કરી દીધી હોવાની જાણવા મળેલ છે. અને તેવી શક્યતાઓ સામે આવી છે. માતાની હત્યા થઈ જવાથી ચાર બાળકોએ માતાનો પડછાયો ગુમાવી દીધો હતો અને આ ઘટનાની કડૈયા પોલીસને જ્યારે જાણ થઈ ત્યારે કડૈયા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળ તપાસ હાથમાં લીધી છે.

વલસાડ જિલ્લાની નજીક આવેલા સંઘપ્રદેશ દમણના કડૈયા વિસ્તારમાં ઇન્ટેક્ટ કંપનીના રૂમ માં છેલ્લા ચાર વર્ષથી એક રામજીત નામનો વ્યક્તિ પોતાની પત્ની અને પોતાના ચાર બાળકો સાથે ત્યાં રહેતો હતો. રામજીત ઘણા બધા દિવસથી કામ પર જતો હતો અને તેની સાથે દારૂની લત પર પણ લાગી ગયો હતો આમ તે દારૂ પીને ઘરે આવીને પોતાની પત્ની સાથે લડાઈ ઝઘડા કરતો અને મારપીટ પણ કરતો હતો તથા તેમના દીકરાઓ સાથે પણ ઝઘડો થતો હતો.

એક દિવસ રવિવારની રાત્રે રામજીત પોતાની પત્ની સુનીતા સાથે બહાર ફરવા ગયો અને અને મોડી રાત થઈ ગઈ તેમ છતાં તે લોકો ઘરે પાછા ફર્યા ન હતા તેથી તેમની દીકરીઓ ચિંતામાં આવી ગઈ હતી. અને જ્યારે તેમની દીકરીઓ ચિંતામાં આવી ગઈ ત્યારે તેમને પોતાની માતા ની શોધખોળ ચાલુ કરી દીધી હતી અને તે જ વખતે ઇન્ટેક્સ કંપની પાસે એક ખાલી જગ્યા માં ને અડીને એક મહિલા તેમને તૂટેલી અવસ્થામાં જોવા મળી અને ત્યાં દીકરી એ તપાસ કરી તો તે મહિલા બીજું કોઈ નહીં પરંતુ તેમની માતા સુનિતા જ હતી.

આમ તેમની માતાના માથાના ભાગે કોઇ પદાર્થ વડે ગંભીર માર માર્યો હતો તેમને દેખાયું હતું અને આ કામ બીજા કોઈ જ નહીં પરંતુ તેમના પિતાએ જ કર્યું છે તેવો આક્ષેપ તેમની દીકરીએ પોલીસને કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ ત્યારે પોલીસે પોતાની ટીમ મોડી રાત્રે તે જગ્યા ઉપર લઈ ગયા હતા અને જરૂરી તપાસ હાથ ધરી હતી અને આ મુદ્દા ઉપર હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ કરી હતી. 22 વર્ષના લગ્નજીવનમાં પતિ પત્ની અને ચાર દિકરીઓ રહેતી હતી પરંતુ આમ પોતાની માતાનું મૃત્યુ થઈ જવાથી ચાર દીકરા દીકરી ઉપર થી માતા નો હાથ દૂર થઈ ગયો હતો અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે વિવિધ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.