સમાચાર

બાળકો માટેની કોરોનાની કો-વેક્સિનની અછત વર્તાઈ

સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરના સમયે બાળકોને કોરોના ના થાય તે માટે કો-વેક્સિનેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.. ઠેર ઠેર બાળકો ને રસી આપવામાં આવી રહી છે ત્યાં વેક્સીન નો જથ્થો ખૂટી ગયો હતો. જાણો આખી વિગત જામનગર માં જિલ્લા ના આરોગ્યકેન્દ્ર પર વેક્સીન નો જથ્થો ખૂટી ગયો હતો.

એક તરફ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં ઓમિક્રોન વેરિયન્ટનો ભય બાળકોમાં સૌથી વધારે છે. ત્યારે જામનગરમાં કિશોરોના વેક્સિન અભિયાન પર બ્રેક લાગી છે. વેક્સિનનો જથ્થો ખૂટી પડતા જામનગરના 12 આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી બંધ કરવામાં આવી છે. જામનગરમાં 4 દિવસ પહેલા બાળકો માટે વેક્સિનેશન માટે કોર્પોરેશન દ્વારા 34 જગ્યાઓ પર વેક્સિનેશનની કામગીરી શરુ કરવામાં આવી હતી.

બાળકો વેક્સીન લીધા વગર જ ઘરે પરત ફર્યા હતા પરંતુ આજે કો-વેક્સિનની અછતને કારણે શહેરના માત્ર 12 આરોગ્ય કેન્દ્ર પર અને 4 શાળાઓ પર વેક્સિનની કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ થોડા કલાકોની અંદર જ આ તમામ વેક્સિનનો જથ્થો પૂરો થઇ ગયો હતો. અને મોટા ભાગના બાળકો વેક્સિન લીધા વગર ઘરે પરત ફર્યા હતા.

વેક્સીન ની અછત ઉભી થઈ હતી એવામાં જામનગરમાં વેક્સિનને અછતના કારણે કિશોરનું વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 5મા જ દિવસે જ બાળકોને અપાતી વેક્સિનનો જથ્થો ખૂટ્યો છે. જેમાં સુરત અને ભાવનગરના કેન્દ્રો બંધ કરાયા છે.

ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ બાળકો માટે કોવેક્સિન રસીનો ડોઝ આપવાની જાહેરાત કરી હતી. જો કે આ મહાઅભિયાનનો શરુઆતમાં જ ફિયાસ્કો થયો છે. માત્ર ચાર જ દિવસમાં વેક્સિનનો સ્ટોક ખૂટી ગયાની ખબર સામે આવી છે. જેને લીધે સુરત અને ભાવનગરના વેક્સિનેશન કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *