સમાચાર

8 બાળકોની માતા પ્રેમી સાથે ભાગી, લગ્ન પણ કરવી આપ્યા, કોર્ટે પ્રેમી સાથે રહેવાની પરવાનગી આપી તો…

કહેવાય છે ને કે પ્રેમની કોઈ સીમા નથી હોતી,50 વર્ષની એક લેડી ને પ્રેમ નો એવો તે રંગ ચડ્યો કે તે ઘરમાં કોઈ પણ વ્યક્તિ નું વિચાર્યા વગર તેના પ્રેમી સાથે ભાગી ગઈ..પોતાના પૌત્ર -પૌત્રીઓ એ પણ લગ્ન કરી લીધા છે..

તમને સાંભળતા જ થોડું વિચિત્ર લાગશે પણ હા આ કિસ્સો સાચો છે.રાજસ્થાનના ભરતપુરમાં 8 બાળકોની માતા 4 બાળકોના પિતાના પ્રેમમાં પડી હતી અને તેના પ્રેમી સાથે નાસી ગઈ હતી. આથી તેના પતિએ અપહરણ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા, મહિલાએ કોર્ટમાં કહ્યું કે તેનું અપહરણ થયું નથી, તે સ્વેચ્છાએ તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે રહેવા માંગે છે. કોર્ટે મહિલાને તેના પ્રેમી સાથે રહેવાની છૂટ આપી છે.

ભરતપુરના કમાન પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી મહિલા તેના પતિ અને આઠ બાળકોને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ મામલો કોર્ટના કોરીડોરમાં અને પોલીસ સ્ટેશન પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે શનિવારે મહિલાને હાથકડી પહેરાવીને કોર્ટમાં રજૂ કરી હતી. મહિલાનો પતિ તેના 8 બાળકો, બહેનો અને માતા સાથે કોર્ટમાં આવ્યો હતો, જેના કારણે કોર્ટમાં હંગામો થયો હતો. બધાએ આ સ્ત્રીને સમજાવી, આઠ બાળકોએ ખુબ જ સમજાવી પરંતુ મહિલાએ કોઈની વાત માની નહીં.

સાહુંની અને ફકરુનો 14 બાળકોનો મોટો પરિવાર હતો. 6 બાળકોના મોત બાદ હવે બંનેને 8 બાળકો છે. તેમાંથી 3 પરિણીત હોવાનું કહેવાય છે. તેમને બાળકો પણ છે. જ્યારે સાહુનને 4 બાળકો છે.તેઓ પરિણીત છે અને પૌત્ર-પૌત્રીઓ પણ પરિણીત છે. કૈથવાડા પોલીસ સ્ટેશનના અધિકારી રામનરેશએ જણાવ્યું કે શહેરના નીમલા ગામના રહેવાસી ફારૂક એ 12 એપ્રિલે એ આ કેસ નોંધ્યો હતો.

તેણે લખ્યું કે તેની પત્ની સાહનીને સાહુ અને તેના કેટલાક સાથીઓએ અપહરણ કર્યું હતું. આ પછી ગામમાં જ પંચાયત બોલાવવામાં આવી હતી. સાહુન એ પંચાયતને કહ્યું કે તે 23 એપ્રિલે ફકરુની પત્નીને પરત કરશે. ફારૂક 23 મી તારીખ ની રાહ જોઈ રહ્યો હતો પરંતુ 23મી એપ્રિલે તેની પત્ની ઘરે આવી ન હતી. આ પછી, ફારૂક એ ફરીથી સમાજ પંચાયતનો દરવાજો ખખડાવ્યો. જ્યાં સાહુના પક્ષના લોકોએ કહ્યું કે તેઓ ફારૂકની પત્ની સાહુની ને ને પરત નહીં કરે.

24 એપ્રિલે પતિ ફરીથી પોલીસ સ્ટેશન પહોંચ્યો. આ પછી મહિલાના પતિએ 24 એપ્રિલે કૈથવાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યો હતો અને શનિવારે મહિલાને હાથકડી પહેરાવી હતી. તેની સાથે તેના બોયફ્રેન્ડ સાહુ ને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે બંનેને 29 એપ્રિલે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પત્નીની બાજુમાં બેસીને પતિ ફારૂક એ તેને લગ્નની પ્રતિજ્ઞાઓ યાદ કરાવતો રહ્યો. બેન્ચ પાછળ ઉભેલા આઠ બાળકો આ સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા.

પણ તેના પર તેની સહેજ પણ અસર થઈ નહિ.જ્યારે તેને કોર્ટમાં તેની મરજી પૂછવામાં આવી ત્યારે મહિલાએ કહ્યું કે તે સાહુન સાથે રહેવા માંગે છે.જ્યારે કોર્ટ દ્વારા ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે તેણે તે જ જવાબ આપ્યો. જે બાદ કોર્ટે મહિલાને સાહુન સાથે જવાની મંજૂરી આપી હતી. સાહનીને 8 અને સાહુ ને 4 બાળકો છે. રસપ્રદ વાત એ છે કે સાહુનની પત્ની તેની સાથે રહે છે. પરંતુ પત્નીને તેના પતિના પ્રેમ વિશે કોઈ જ પરવા નથી. આ મામલો ભરતપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published.