સમાચાર

બળૂકો બળદ શિયાળ સાબિત થયા સાવજ આખરે ક્યાં બળદ સામે શિકારી સાવજે ઘૂંટણીયા ટેક્યા?

સાવજની ડણકથી જંગલના દરેક જીવ થર થર કાંપે, પણ હવે શું હવે જંગલના રાજા સિંહોની શિકાર કરવાની તાકાત ઘટતી જાય છે. આવું કહીએ તો પણ હવે નવાઇ લાગે તેવું કેમકે હાલમા એક એવી ઘટના બની જેમાં એક બળદ સામે સિંહ અને સિંહ કાચા પડ્યા આ ઘટનામાં બળદ બળૂકો સાબિત થયો જ્યાં બળદનો શિકાર કરવા આવેલા સિંહ અને સિંહણ બળદની પાસે પણ ન ચડી શક્યા..

આ ઘટના વિસાવદર પંથકમાં બની છે. રાત્રિના સમયે વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામે  શિકારની શોધમાં બે સિંહો મોટા હડમતિયા ગામમાં આવી ચડે છે. શેરીમાં આંટા ફેરા મારતા બળદના શિકાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ બંને સિંહ અને સિંહણ જુવાન હોવા છતાં બળદનો શિકાર કરી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

આ ઘટનાએ સિંહ પ્રેમીઓ અને સિંહોના જાણકારોને ચોંકાવી દીધા છે. આ ઘટના સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બની છે કેમકે બે યુવા સિંહો હોવા છતાં શા માટે સિંહોનો શિકાર ન કરી શક્યા. આ ઘટનાથી સિંહોના તજજ્ઞોમાં એ સવાલ થયો છેકે શું સિંહોની શિકાર કરવાની તાકાત ઘટી ગઇ છે?

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *