સમાચાર

હવામાન શાસ્ત્રી અશોકભાઈ પટેલની આગાહી, આ તારીખથી રાજ્યમાં મેઘરાજા ભુક્કા બોલાવશે

અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર 10 જૂન સુધી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે એટલેકે પ્રિ મોન્સૂન એકિટવિટી શરૂ થઈ શકે છે. ઉત્તર અને મધ્ય બંગાળાની ખાડી માં ચોમાસુ આગળ વધ્યું છે.પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારો અને સિક્કીમમાં પણ ચોમાસું બેસી ગયું છે.અરબી સમુદ્ર ની વાત કરીએ તો ચોમાસુ હાલ નોર્થ ગોવા સુધી પહોંચી ગયું છે.

હાલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વાત કરીએ તો વાતાવરણમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે એટલે કે તાપમાન ૪૨ ડિગ્રીથી ૪૩ ડિગ્રી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 જૂન બાદ હવામાન ભેજવાળું જોવા મળશે એટલે કે વાતાવરણમાં બફારાનું પ્રમાણ જોવા મળશે.

હવામાન શાસ્ત્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે 3 જૂન થી 10 જૂન વચ્ચે દક્ષિણ પશ્ચિમથી અને ઉત્તર-પશ્ચિમ થી પવન ફૂંકાતા રહેશે. આ પવનો ની ઝડપ ૨૦થી ૩૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. દરિયાઇ વિસ્તારમાં સાંજના સમયે પવન ફૂંકાવાની સંભાવના બતાવવામાં આવી છે.

ગુજરાતમાં 6 જૂન સુધી સામાન્ય કરતા વધુ તાપમાન જોવા મળશે. 6 જૂન બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. તેમજ અનેક જગ્યાએ પવન પણ ફૂંકાય શકે છે. 7 જૂન સુધી ઉપલા લેવલ વાદળો બંધાશે. જ્યારે 8, 9 અને 10 તારીખમાં નીચલા લેવલ એ વાદળો બંધાશે. એટલે કે એકાદ બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.