સમાચાર

આજથી બેંકિંગના તમામ નિયમો બદલાઈ ગયા, જાણો નહીં તો મુશ્કેલી પડી શકે છે

મિત્રો, સામાન્ય જનતાને બેંકને લઈને ઘણી સમસ્યાઓ અને ફરિયાદો હોય છે. જે આમ આદમી સામન્ય રીતે જાણતા જ હોય છે. પોતાની સમસ્યાઓના ઉકેલ માટે તેઓ બેંકના ચક્કર લગાવતા રહે છે પરંતુ તેમને કોઈ ઉકેલ મળતો નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજથી સમગ્ર દેશમાં બેંકિંગ ક્ષેત્ર માટે નવું લોકપાલ બિલ લાગુ કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ જો કોઈ બેંકિંગ સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તે તેની સમસ્યાનું સમાધાન મેળવવા માટે બેંકિંગ લોકપાલને ફરિયાદ કરી શકે છે. જેના વિશે તમારે એકવાર તો અવશ્ય જાણવુ જ જોઈએ 

જો કંઇ ખોટું થાય તો દંડ ભરવો પડશે જો કોઈપણ વ્યક્તિના પૈસા કોઈપણ રીતે ખોટી રીતે કપાઈ જાય અથવા ગ્રાહકને બેંકમાં અન્ય કોઈ સમસ્યા હોય, તો તે ગમે ત્યાંથી બેંકિંગ લોકપાલને ફરિયાદ કરી શકે છે અને 30 દિવસની અંદર બેંકને તેના તે પૈસા નો ઉપાય કરવામાં મદદ કરશે. જવાબ અથવા દંડ સહિત નાણાં પરત કરવા પડશે. જેનાંથી સામન્ય મીડિયમ અને ગરીબ લોકો ને ખૂબ જ સારો ફાયદો થશે. અને તે લોકો આ કામ થી ખુબ જ ખુશ પણ રહે તેમ કહેવું ખોટું નથી.

બેંક ક્યાંક પણ બેજવાબદાર ન હોઈ શકે જો તમે પણ કોઈપણ પ્રકારના મોબાઈલ વોલેટ, અન્ય બેંકિંગ સેવાઓ જેમ કે ક્રેડિટ કાર્ડ લોન વગેરેનો ઉપયોગ કરી રહ્યાં છો. તો કોઈ પણ સંજોગોમાં, બેંકે તાત્કાલિક પગલાં લેવા પડશે. અન્યથા બેંકિંગ લોકપાલમાં ફરિયાદ કર્યા પછી, તેઓએ પાછા ફરવું પડશે. દંડ સાથે ગ્રાહકને પૈસા આપવા પડશે. જો સામન્ય રીતે જોવામાં આવે તો ગ્રાહક ને ખુબ જ સારો ફાયદો થશે તેમ કહી શકીએ.

ચાલો જાણીએ તમે ફરિયાદ કેવી રીતે નોંધાવી શકશો તમે બેંકિંગ ઓમ્બડ્સમેનની વેબસાઈટ તેના ઈમેલ પર ખોલીને ફરિયાદ કરી શકો છો અથવા તમે પોસ્ટ દ્વારા બેંકિંગ ઓમ્બડ્સમેનને લેખિત ફરિયાદ પણ મોકલી શકો છો. જેનો જવાબ તમને ટૂંક જ સમયમાં જોવા મળશે. અને તમારી સમસ્યા સોલ કરવામાં મદદ રૂપ સાબિત થશે.

ભારતીય બેંકોના ગ્રાહકોની ફરિયાદો અને સમસ્યાઓના નિરાકરણ માટે એક યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, એક ‘બેંકિંગ ઓમ્બડ્સમેન’ની નિમણૂક કરવામાં આવે છે જે અર્ધ-ન્યાયિક સત્તા છે. જો કે બેંકિંગ લોકપાલ યોજના 1995 માં લાગુ કરવામાં આવી હતી. પરંતુ 2002 અને 2006 માં, યોજનાનો વ્યાપ વધારવા માટે સુધારા કરવામાં આવ્યા હતા, જેથી બેંકો દ્વારા સ્વચ્છ, પારદર્શક, બિન-ભેદભાવ રહિત અને જવાબદાર બેંકિંગ સેવાઓ પૂરી પાડી શકાય. તે એક સ્વાયત્ત સ્વતંત્ર સંસ્થા છે જે બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની દેખરેખ રાખે છે.

ગ્રાહક કોઈપણ બેંકના અધિકારી અને કર્મચારીની ફરિયાદ પર અને સમયસર સેવાઓ ન મળવા બદલ બેંકિંગ લોકપાલને પોસ્ટ, ઈ-મેલ, ઓનલાઈન દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. વિનામૂલ્યે મળનારી આ ફરિયાદનો ત્રીસ દિવસમાં નિકાલ કરવામાં આવે છે. આ યોજના ગ્રાહકોની સુવિધા માટે અને બેંકોમાં પારદર્શિતા લાવવા માટે ચલાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *