બોલિવૂડ

ચંપકચાચા બન્યા થયા રોમેન્ટિક! હસીના સાથે શેર કરી તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ચંપક ચાચા જાણે એકબીજાના પર્યાય છે બહુ ઓછાને ખબર હશે કે ચંપકચાચાનું ઓરીજનલ નામ અમિત ભટ્ટ છે ચંપકચાચારીયલ લાઇફમાં ખૂબ જ હેન્ડસમ વ્યક્તિ છે આ ન્યૂ યરમાં ચંપકચાચા ઉર્ફે અમિત ભટ્ટ ન્યુ યર ખૂબજ રોમેન્ટિક અંદાજમાં મનાવ્યું.

જેમાં અમિત ભટ્ટ એટલે કે ચંપકચાચાની હવે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજી એક વૃદ્ધ વ્યક્તિ છે પણ રીયલ લાઇફમાં ચંપકચાચા ખૂબ જ યંગ અને હેન્ડસમ લાગે છે

ચંપકચાચા ની અંગત તસવીરો જોઈને સૌ કોઈ અચરજ પામી જાય છે તસવીરમાં ચંપકચાચા એક જ ખૂબ જ ખૂબસૂરત મહિલા સાથે પોઝમાં દેખાઈ રહ્યા છે ત્યારે દર્શકો અને તેમના ફેન્સ આ તસવીર જોઈને બસ એક જ સવાલ કરી રહ્યા છીએ કે આખરે ચંપકચાચા સાથે કોણ છે આ હસીના.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

હવે તમારા સસ્પેન્સ પરથી હવે પડદો ઉઠાવી દઇએ છીએ આ તસવીર બીજા કોઈને નહીં પરંતુ ચંપકચાચા ડીયર વાઇફ કૃતિ ભટ્ટ ની તસ્વીર છે કૃતિ ભટ્ટ ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટ ની પત્ની છે અને તે હંમેશા લાઇમલાઇટ થી દૂર રહે છે પરંતુ કૃતિ અવારનવાર તેમના હસબન્ડ અને તેમના બંને પુત્રો ની ઇમેજ શેર કરતી રહે છે.

ચંપકચાચા ની રીયલ વાઇફ કૃતિ સાથેની તસવીરો જોઈ ફેન્સ ત્યાં સુધી રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યા છે કે શું આ જેઠાની માતા છે તો કોઈ કહી રહ્યું છે કે દયાની જગ્યાએ બાપુજીને પત્નીને હોવું જોઈએ તો અનેક લોકો અમિત ભટ્ટ ની પ્રશંસા કરી રહ્યા છે.

ચંપકચાચા છેલ્લા 13 વર્ષથી બાપુજીનું આ પાત્ર ભજવી રહ્યા છે અને આજે સૌ કોઈ તેમને બસ ચંપકચાચા એટલે કે બાપુજી ના નામથી ઓળખે છે આમ તો કોઈ પણ શોમાં કોઈ એક્ટરને લેવા માટે ઓડિશન થતું હોય છે પણ આપ સૌને જાણીને નવાઈ લાગશે કે આ રોલ ચંપકચાચાને વગર ઓડિશને ઓફર કરી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *