સમાચાર

વરસાદી આગાહી પડી સાચી, ઉતર ગુજરાતમાં આ વિસ્તારમાં પડ્યો આટલો કમોસમી વરસાદ

આજકાલ ભરશિયાળે વરસાદ જોવા મળી રહ્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાઈક્લોનિક સકર્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે દ્વારકા જિલ્લા માં ખુબ જ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં દોઢ અને ખંભાળિયા પોણો ઇંચ કમોસમી વરસાદ, રસ્તા પર પાણી વહેતા થયા ગઈકાલે વરસાદી ઝાપટાં બાદ આજે સવારે ધોધમાર પડ્યો. કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતા વધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારથી વાતાવરણ માં પલટો જોવા મળ્યો છે.. વાદળછાયા વાતાવરણ ની સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો જેનાથી આખું જનતંત્ર ખોરવાયું હતું.લોકો ને આવા જવામાં પણ મુશ્કેલી જોવા મળી રહી હતી. આજે સવારે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 40 મિમી અને ખંભાળિયા તાલુકામાં 15 મિમી વરસાદ નોંધાયો છે.

આ સાથે ભાણવડ તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં બે મિમી. વરસાદ નોંધાયો હતો. સવારના ધોધમાર વરસાદી માવઠા બાદ વાતાવરણ ખુલ્લું બન્યું હતું અને સૂર્યનારાયણનાં દર્શન પણ થયાં હતાં. ધરતી ના તાત ને પણ ચિંતા માં મૂકી દીધા હતા આ વરસાદે! આ કમોસમી માવઠાને કારણે શિયાળુ પાકને નુકસાની થવાની ભીતિ સાથે ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *