સમાચાર

સર્જાયો ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર ત્રણના મોત

આખરે ક્યાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ? જુદા જુદા અકસ્માતમાં અનેક લોકોના મોત કુકાવાવ હાઇવે પર કાળ ફરી વળ્યો.  અમરેલી જિલ્લાના કુકાવાવ હાઈવે પર ટુ વ્હીલર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા. ટુ વ્હીલર પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોતમાં દંપતી અને બાળકીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

જ્યારે ટ્રક પણ પલ્ટી ખાઈ જતા ટ્રક સવાર સાથે ત્રણ લોકોને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં 108 એમ્બ્યૂલન્સથી ખસેડાયા ઘટના બનતા જ અમરેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ચોંકાવનારી વાત છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 10 લોકોના જીવ અકસ્માતમાં ગયા છે.  તો, ગાંધીનગરના દહેગામ રાયપુર પાસે નર્મદા કેનાલમાં ચાર યુવાનો ડૂબી ગયા.

ચારેય યુવાનો જન્મદિવસની ઉજવણી કરવા દહેગામ રાયપુર પાસે નર્મદા કેનાલ પાસે એકઠા થયા. ઉજવણી બાદ ચારેય યુવાનો કેનાલમાં ન્હાવા પડતા ચારેય યુવાનો કેનાલમાં ગરકાવ થયા ઘટના બનતા મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.

તો અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યું. ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સર્વિસ રોડ ઉપર કન્ટેનર ચાલકે મોપેડને ટક્કર મારતા સોનગઢના દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તો, તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતા 45 વર્ષીય હીરાલાલ શાહ અને તેઓની પત્ની રીટાદેવી શાહ પોતાની મોપેડ નંબર-જી.જે.26.એ.સી. 7304 લઈ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ કન્ટેનર નંબર-જી.જે.06.એ.વી. 4402ના ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *