એક્સપ્રેસ હાઈવે ઉપર ચા નાસ્તો કરવા માટે બસ ઉભી હતી ત્યાં પાછળથી બીજી બસે જોરદાર ટક્કર મારીને અડધા ભાગના કુરચા કરી નાખ્યા…

ઉત્તર પ્રદેશના બારાબંકી માં સોમવાર ની સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી પૂર્વાચલ એક્સપ્રેસ હાઈવે ઉપર ડબલ ડેકર બસને બીજી બસે જોરદાર ટક્કર મારી હતી જેમાં આઠ મુસાફરોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને 18 લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર અકસ્માત એટલો જોરદાર હતો કે અડધી ડબલ ડેકર બસ ને નુકસાન પહોંચ્યું હતું.

આ અકસ્માત નરેન્દ્ર મદરહા ગામ પાસેની છે આ સમગ્ર ઘટના સર્જાતા તરત તો તરત જ પોલીસ કર્મચારી અને પ્રશાસનિક અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુટીમ બચાવો અને રાહત કામગીરીમાં કાર્યમાં લાગી ગઈ હતી ઇજાગ્રસ્ત લોકોને સીએચસી હૈદરગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એએસપી મનોજ પાંડે આ સમગ્ર ઘટના ઉપર જણાવ્યું હતું કે બિહારના સીતામઢી જિલ્લા પાસે પુપરીથી રવિવારે એક ડબલ ડેકર બસ UP 17 AT 1353 જે દિલ્હી જવા માટે રવાના થઈ હતી અને સોમવારના સવારના રોજ ચાર વાગ્યાની આસપાસ બસ બારાબંકી જિલ્લાના પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવે ઉપર નરેન્દ્રપુર મદરહા ગામની પાસે ઊભી હતી.

બસમાં સવાર થયેલા મુસાફરો યુપીડાની કેન્ટીન માં ચા નાસ્તો કરતા હતા અને અડધો કલાક પછી અચાનક જ ફુલ સ્પીડમાં આવતી બીજી બસ એ ડબલ ડેકરનેટ જોરદાર ટક્કર મારી હતી અને ત્યારે આ સમગ્ર ઘટના સર્જાય હતી. બિહારની રોશન ખાતું એ જણાવ્યું હતું કે હું દિલ્હી જઈ રહી હતી અને બસની બીજી સાઈડમાં બેઠી હતી રોડ પર બસ ઉભી હતી ને અચાનક જ બીજી બસ આવી અને જોરદાર ટક્કર મારી હતી.

જ્યારે બીજા મુસાફરે જણાવ્યું હતું કે હું જ્યારે બસમાં હતો અને જેને ડ્રાઇવર એ ટક્કર મારી છે તેમાં મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા અવાજ થતાં જ અમારી આંખો ખુલી ગઈ હતી. બસમાં મુસાફરી કરતા મુસાફરો માંથી જાણું મળ્યું કે પહેલી ડબલ ડેકરના ડ્રાઇવર બસને પાર્કિંગમાં ઊભી ન રાખતા હાઇવે ઉપર બસને ઉભી રાખી હતી અને તેના પગલે બીજી બસે આવીને પાછળથી ઘૂસી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.