સમાચાર

લકઝરી બસે રિક્ષાને અડફેટે લીધી, 3 લોકોના ઘટના સ્થળે જ મોત

ધ્રાંગધ્રા કચ્છ હાઈ-વે પર મંગળવારે મોડી રાત્રે એક રિક્ષા અને અજાણ્યા વાહન સાથે એક્સીડેન્ટ સર્જાયો હતો, જેના કારણે રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોના મોત થયા હતા. કચ્છ તરફ જતા એક વાહન અને રિક્ષા વચ્ચે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં 1 પુરુષ અને 2 મહિલાના મોત થયા હતા.

મંગળવારે મોડી રાત્રે સર્જાયો અકસ્માતએક મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાઈઆ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી 2 મહિલાઓને 108 એમ્બુલન્સ મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે એક મહિલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી હતી. તો આ ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત આ અકસ્માતમાં હિતેશ પ્રભુભાઈ સાબરિયા (ઉં. 19), નંદુબેન ઘનશ્યામભાઈ પરમાર (ઉં. 19), પુષ્પાબેન મનસુખભાઈ વાણિયા (ઉં. 18)ના મોત થયા હતા. આ તમામ મૃતકો જીવા ગામના હતા. ખાનગી કંપનીમાં કામ કરતી આ મહિલાઓ કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યાં હતાં. તો બીજી તરફ પારુલબેન ઘનશ્યામભાઈ પરમારને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *