હેલ્થ

આ કારણે થી આવે છે બાથરૂમમાં વધારે હાર્ટ એટેક -જાણો

હાર્ટ એટેક એ અચાનક જ થતી શારીરિક ઘટના છે જેના કારણે વ્યક્તિનો મોતને ભેટો થઇ જાય છે. ન ખાવાનો આહાર અને બદલતી જીવનશૈલી, વૃદ્ધાવસ્થામાં જ નહીં ૩૦ વર્ષની વયના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. જ્યારે, ક્યાં, ક્યારે અને કેવી રીતે હાર્ટ એટેક આવે છે, તે કઈ જ કહી શકાય નહીં.

જો કે, મોટાભાગના કિસ્સાઓમાં એવું બને છે કે લોકોને બાથરૂમમાં હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સાંભળવા મળતા હોય છે. શ્રીદેવી જેવી ઘણી પ્રખ્યાત હસ્તીઓને પણ બાથરૂમમાં જ હાર્ટ એટેક આવ્યો હોવાની વાત સાંભળવા મળી હતી. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મોટાભાગના હાર્ટ એટેક બાથરૂમમાં શા માટે આવે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે બાથરૂમમાં જ શા માટે હાર્ટ એટેક આવે છે.

સ્નાન કરતી વખતે બ્લડ પ્રેશરમાં ઘટાડો કે વધારો: તમે જયારે નહાતા હોવ છો તે વખતે શરીરના બ્લડ પ્રેશર પર અસર થવાને કારણે હાર્ટ એટેક આવી શકે છે. અચાનક જ ગરમ અથવા ઠંડુ પાણી શરીર પર પડવાથી. શરીરને સાફ કરવા માટે વધુ પ્રયત્નો કરવાથી ઉતાવળમાં કે લાંબા સમય સુધી માત્ર પગના સહારે જ બેસી રહેવાથી બાથટબમાં લાંબા સમય સુધી બેસવાને કારણે હાર્ટ રેટ અને ધમનીઓ પર અસર થતી હોય છે, જેથી હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ થવાની સંભાવના વધારે રહેતી હોય છે.

ઠંડુ પાણી: નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્નાન કરતી વખતે, પાણી પહેલા માત્ર એક અંગ પર, પછી માથા પર અને પછી જ બાકીના ભાગ પર રેડવું જોઈએ. ખરેખર, જ્યારે ઠંડુ પાણી સીધુ જ માથા પર પડે છે, ત્યારે આપના શરીરનું બ્લડ પ્રેશર ઘટી જતું હોય છે જે આપણા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ટોયલેટનું વધારે પ્રેશર ખતરનાક: નિષ્ણાતો એવું પણ કહે છે કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ આપણા શરીરના બ્લડ સર્ક્યુલેશનથી પણ સંબંધિત છે. શરીરની સમગ્ર કામગીરી લોહીના પરિભ્રમણ પર આધારિત હોય છે. પરંતુ, ઇન્ડિયન ટોઇલેટ ઉપયોગ કરતી વખતે, લોકો વધારે પડતું પ્રેશર કરતા હોય છે અથવા લાંબા સમય સુધી બેસી રહેતા હોય છે. આ આપણા શરીરના રક્ત પરિભ્રમણને અસર કરતું હોય છે, જે હૃદયની ધમનીઓમાં લોહીનો અટેક કરે છે. આનાથી હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે.

હાર્ટ એટેકનાં લક્ષણો નીચે મુજબ છે: છાતીમાં ભારે દુખાવો થવો મન અશાંત થવું અને બેચેની જેવું લાગવું શ્વાસ લેવામાં મુશ્કેલી પરસેવાનું પ્રમાણ વધી જવું નબળાઇ અનુભવવી તણાવ અને ગભરાટ જેવું લાગવું ચક્કર આવવા અથવા ઉલટી થવી. જો કે, ડાયાબિટીસના દર્દીઓમાં, આ લક્ષણો કેટલીકવાર જોવા મળતા નથી અને તેમને સાયલન્ટ હાર્ટ એટેક પણ આવી જતો હોય છે.

જો અચાનક હાર્ટ એટેક આવે તો શું કરવું જોઈએ? જો કોઈ વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવી જાય, તો પહેલા તેણે પહેરેલા ટાઇટ કપડાં ખોલી નાખો અને જમીન પર સૂવડાવી દો અને તેના માથાને સહેજ ઉપર કરી દો. તેમના હાથ-પગને ઘસવા લાગો, જેથી લોહીનું પરિભ્રમણ હૃદય તરફ ચાલુ રહે. જલ્દીથી એમ્બ્યુલન્સને પણ કોલ કરી દો અને તબીબી સહાય માટે કોલ કરો.

જો તેની નસ કામ કરી રહી નથી, તો ત્યાં સુધી હોસ્પિટલ સીપીઆર કરો. દર્દીને ઉલટી આવતી હોય તો તેનું મોં એક બાજુ કરીને ખોલી નાખો જેથી તેનો શ્વાસ રુંધાય નહીં. જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો નાકને આંગળીઓથી દબાવી દો અને તમારા મોંથી ધીરે ધીરે શ્વાસ આપો. ૨-૩ મિનિટ આવું કરવાથી દર્દીના ફેફસાંમાં હવા ભરાઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *