રાજસ્થાનના ભીલવાડા શહેરમાં હ્રદયને હચમચાવી દેનાર દુર્ઘટના સામે આવી છે.અહીંના એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં બે ભાઈ ડૂબી ગયા હતા.બંને બાળકો તેમના ફોઇના લગ્નમાં હાજરી આપવા માટે ત્યાં આવ્યા હતા. પરિવાર એટલો અંધશ્રદ્ધાળુ હતો કે તેઓએ બંને બાળકોના મૃતદેહને મીઠામાં દબાબી રાખ્યા હતું. તેમણે કહ્યું કે ડૂબતી વ્યક્તિને મીઠામાં રાખવાથી તે જીવતાં થઈ જાય છે.મૃતદેહોને કલાકો સુધી મીઠામાં રાખવામાં આવ્યા હતા પરંતુ બાળકો બચ્યા ન હતા.
અકસ્માત બાદ મૃતકોને જોવા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને મૃતદેહને મીઠામાં રાખવાને લઈને પરિવારજનોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમિત કાષ્ટાના બે પુત્રો, સાત વર્ષનો અર્ણવ અને પાંચ વર્ષનો અહાન રવિવારે હરણી મહાદેવના ધ પામ રિસોર્ટમાં આવ્યા હતા. બન્ને બાળકો ફોઈના ઘરે લગ્નમાં આવ્યા હતા. બધા લગ્નમાં વ્યસ્ત હતા.
આ દરમિયાન બે માસુમ ભાઈઓ રમતા હતા અને રિસોર્ટ પરિસરમાં બનેલા સ્વિમિંગ પૂલમાં જઈ ચડ્યા હતા. કહેવાય છે કે રમતા રમતા બંને પૂલમાં પડી ગયા હતા. લાંબા સમય બાદ પરિવારજનોને બાળકો યાદ આવ્યા અને શોધખોળ શરૂ કરી. બંનેને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી એમજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
બન્યું એવું કે બંને માસૂમ બાળકોના મૃતદેહને પરિવાર દ્વારા લગભગ એક કલાક સુધી મીઠામાં દબાવી રાખ્યા હતા.પરિવાર કે કહ્યું કે બાળકો ને મીઠામાં દબાવી રાખીશું તો તે જીવતા થઈ જશે.આ બાબતે પોલીસ અને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી હતી. પોલીસની ઘણી સમજાવટ બાદ મામલો શાંત થયો અને માહિતી મળતા જ ડીએસપી સહિત અન્ય અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા.