હેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બસ શીતાફળનું સેવન કરો અને પછી જુઓ જાદુ

સીતાફળ એક મોસમી ફળ કહેવાય છે જે ખાસ કરીને આપણને શિયાળામાં જોવા મળતું હોય છે. ઘણી જગ્યાએ તેને શરીફા નામથી ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન એ અને સી, આયર્ન, ફાઇબર, પોટેશિયમ મેગ્નેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડેન્ટ્સ, એન્ટી બેક્ટેરિયલ વગેરે જેવા ગુનો રહેલા હોય છે. આવી સ્થિતિમાં, કોલેસ્ટ્રોલ સંપૂર્ણ એનિમિયાની સાથે નિયંત્રિત થાય છે. તે હૃદયને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારો થાય છે તો આજે જણાવીશું કે સીતાફળ ખાવાના અગણિત ફાયદા જણાવીએ છીએ.

હૃદયને સ્વસ્થ રાખો: તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોલેસ્ટરોલ નિયંત્રણ હોય છે. આવી સ્થિતિમાં, હૃદયને સ્વસ્થ રાખવાથી હાર્ટ એટેક અને તેનાથી સંબંધિત બીજી સમસ્યાઓનું જોખમ ઓછું થઇ જાય છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો: સીતાફળમાં વિટામિન એ, બી ૬, સી, ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ વગેરે જેવા ગુણો રહેલા હોય છે. આવી સ્થિતિમાં, તે રોગ પ્રતિરક્ષા વધારે છે અને મોસમી જે રોગો હોય છે તેની સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આજકાલ, આખા વિશ્વમાં વ્યાપી ગયેલ કોરોના વાયરસથી બચવા માટે, તમારા આહારમાં સીતાફળનો સમાવેશ કરવો એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

ડાયાબિટીઝ અને લો બીપીમાં ફાયદાકારક: તેનું સેવન કરવાથી ટાઇપ -૨ ડાયાબિટીઝનું જોખમ સાવ ઓછું થઈ જાય છે. આની સાથે, જેને લો બીપીની સમસ્યા હોય છે તેને તે સમસ્યા દૂર કરવામાં પણ મદદ કરે છે. લોહીની ઉણપ થશે પૂરી: આયર્નથી ભરપૂર આ ફળનું સેવન ખુબ જ અસરકારક છે.

આવી સ્થિતિમાં, જે લોકો એનિમિયાની સમસ્યાથી પીડિતા હોય તે લોકોએ તેને તેમના દૈનિક આહારમાં સામેલ કરવું જોઈએ. આ સાથે જેને લોહીની ઉણપ હોય છે તેને લોહીની ઉણપ પૂર્ણ થાય છે, થાક, નબળાઇ અને સુસ્તીથી પણ રાહત મળે છે. સ્વસ્થ પેઢા: જે લોકો દાંત અને પેઢાના દુખાવાથી પીડાતા હોય એ લોકોએ દરરોજ ૧ સીતાફળ ખાવું જોઈએ. જે તેમની પીડાને દૂર કરવામાં મદદ કરે છે અને પેઢાને સ્વસ્થ પણ રાખે છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક: ગર્ભાવસ્થા દરમિયાન જો તંદુરસ્ત વસ્તુઓ ખાવામાં આવે તો બાળકને યોગ્ય રીતે પોષણ મળે છે. આ કિસ્સામાં, આહારમાં સીતાફળનો સમાવેશ જરૂર કરવો જોઈએ એ બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં ખુબ જ મદદ કરે છે. ઉપરાંત, કસુવાવડનું જોખમ ખુબ પણ ઓછું થઇ જતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *