લેખ

દેવર સાથે ઘરે આવી રહ્યો હતો પણ રસ્તામાં જ અચાનક થયું એવું કે…

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મથુરાથી ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોતાની ભાભી સાથે બાઇક પર ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફાયરિંગનો અવાજ સાંભળવા દોડી આવેલા ગ્રામજનોએ ત્રણ બાઇક સવારોને પકડી પાડી માર માર્યો હતો.

આ કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર, આનંદ (નામ બદલાવેલ છે.) તેની ફૂઈના દીકરાની પત્ની અવની (નામ બદલાવેલ છે.) સાથે બાઇક પર મથુરાથી ગામ પરત ફરી રહ્યો હતો અને તે રાત્રે 9.30 વાગ્યે રૈયાથી મોન્ટ તરફ જતા માર્ગ પર જાંદીપુર પાસે હતો ત્યારે બાઇક સવાર પાછળથી આવ્યા અને તેઓએ તેને પહેલા અટકાવ્યો હતો અને તે પછી જ્યારે આનંદ ત્યાંથી જવા લાગ્યો હતો અને તેમનો વિરોધ કરવા લાગ્યો હતો, ત્યારે ત્રાસવાદીઓએ તેના કપાળ પર ગોળી મારી હતી.

તે દરમિયાન તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ફાયરિંગનો અવાજ સાંભળીને ખેતરોની રક્ષા કરતા નજીકના ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે બાઇક લઇને ભાગતા ત્રણેય બદમાશોને પકડી લીધા હતા અને લાકડીઓ વડે માર માર્યો હતો. આ કિસ્સામાં પોલીસ ઘટનાની જાણ થતાં પહોંચી હતી, ત્રણેયને ગ્રામજનોથી બચાવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પોતાની ભાભીની લાજ લૂંટતા અને પૈસા પડાવી જતા ચોરો ને અટકાવતા આનંદનું મોત થયું હતું. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આનંદ અને તેની ભાભી જે તેના ફૂઈના દીકરાની પત્ની હતી તે બંને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ ધીમે ધીમે જઈ રહ્યા હતા. આનંદ ને વિદ્યાર્થી હતો તે બાઈક ચલાવી રહ્યો હતો. તે લો નો વિદ્યાર્થી હતો. આ બંને દિયર ભાભી બાઈક પર જઈ રહ્યા હતા તે સમયે એક ઘટના ઘટી.

બાઈક પર ત્રણ બુકાની ધારી ચોર આવ્યા હતા અને આનંદ ને અમુક જગ્યા વિશે પૂછવાનું બહાનું કાઢીને તેને અટકાવ્યો હતો. પરંતુ આનંદ જાણી ગયો હતો કે આ કોઈ ચોર લાગે છે. તેથી તેઓના કહેવા છતાં પણ આનંદે બાઈક રોકી નહીં. તેની ભાભીએ આંખે દેખ્યો અહેવાલ આપતા વધુમાં પોલીસને જણાવ્યું હતું કે આનંદ માન્યો નહીં તેથી આરોપીઓ તેમની બાઈકને આગળથી ફરી આવ્યા હતા. તેથી આનંદ ને બાઈક રોકવી પડી હતી.

બાઈક રોકાઈ ગયા પછી આરોપીઓ પોતાની બાઈક પરથી ઉતર્યા હતા. તેઓ પાસે આવ્યા અને બાઇક આપી દેવાની માંગણી કરવા લાગ્યા પરંતુ આનંદ માન્યો નહીં અને તેઓ આરોપીઓએ તેને કપાળમાં ગોળી મારી દીધી હતી. આનંદ બાઈક પરથી પડી ગયો હતો અને લોહી નીકળી રહ્યું હતું. પોતે રડવા લાગી હતી. તેઓ આનંદ ને બાઈક પરથી હટાવવા લાગ્યા હતા. હટાવ્યા પછી તેઓ બાઈક ચાલુ કરીને ભાગવા જતા હતા. ત્યાં જ આસપાસ ખેતરમાં કામ કરતા લોકો આવી ગયા હતા. તેઓ આવ્યા અને આ બધું જોયું. ગોળી ના અવાજ ના કારણે તેઓ આવી ગયા હતા. આ બધું જોયા પછી તેઓ એ ચોરો ને પકડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *