આખા શહેરમાં અશ્રુભીની આંખે ભાઈ બહેનની અર્થી ઉઠાવી… છ બહેનો વચ્ચે એકનો એક ભાઈ… આખી ઘટના જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…
ઘણીવાર જીવનમાં એવા દુઃખ આવ્યું પડે છે કે જેની કલ્પના પણ કરી ના હોય અને અચાનક જ દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે ત્યારે આવું જ એક હાલ પરિવાર સાથે બન્યું જ્યાં પરિવારમાં છ બહેનો વચ્ચે એકનો એક ભાઈ જે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું. ભગવાનની પૂજા કરવા માટે બહેન ભાઈ પરિવાર સાથે જઈ રહ્યા હતા ત્યાં જ રસ્તામાં બન્યું એવું કે…
આ સમગ્ર ઘટના બિહારના મુંગેર માં દિન દયાળ ચોક પાસે શરિંગાર સ્ટોર ચલાવતો અમનકુમાર જે પોતાની પત્ની મોનિકા દીકરી અને બહેન અને જીજા મનીષ સાથે દેવધર મંદિરમાં પૂજા કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યાં જ 30 મે ના રોજ મોડી સાંજે ગયા હતા પરંતુ મંદિર પહોંચે તે પહેલા જ આ સમગ્ર ઘટના ઘટી હતી.
અમન કુમાર ની કાર રાતના લગભગ બે વાગ્યા આસપાસ મુફ્સિસ્લ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં બાંકકાલિ વિસ્તારમાં રેતીના ઢગલો હોવાને કારણે સ્લીપ ખાઈ ગઈ હતી અને સીધી જ ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી અને આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં અંદર રહેલા તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
જાણવા મળતી માહિતી મુજબ કારમાં સવાર ભાઈ અમન કુમારનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાદમાં થોડા સમય પછી ગંભીર રીતે ઘાયલ બહેને રાખીને પણ મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા જ્યારે પત્ની મોનિકા અને જીજા મનીષનું હાલત પણ ખૂબ જ ગંભીર હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.
છ બહેનોનો એકનો એક ભાઈ અને સાથે બહેનને મોતથી સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચકચાર બની હતી અને સમગ્ર વિસ્તારની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી બહેન ભાઈની બંનેની અર્થી એક સાથે કાઢવામાં આવી હતી જ્યારે બહેન ભાઈ ની એક સાથે અર્થી નીકળે ત્યારે આખું શહેર હિબકે ચડ્યું હતું.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.