રાજ્યમાં બની એક શરમજનક ઘટના: સગા ભાઈએ પોતાની બહેન અને બનેવીને મોતને ઘાટ ઉતારી નાખ્યા Gujarat Trend Team, April 21, 2022April 21, 2022 તાલુકાના રીના સોમાજી સીંગરખિયા અને ખીરસરા ગામે રહેતા અનિલ મનસુખભાઇ મહીડાએ પ્રેમલગ્ન કરેલા હતા. જેના કારણે રીનાનો પરિવાર ખુબ જ નાખુશ હતો અને તેના પિતા સોમજી તથા ભાઇ સુનીલે તેનો બદલો લેવાનો વિચાર કર્યો હતો. જેના પગલે કાવતરૂ ઘડીને તેણે પોતાની જ પુત્રી તથા જમાઇને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કુંભારવાડાના નાકે આવેલા સતીમાતાના મંદીર નજીકથી પસાર થઇ રહેલી દિકરી તથા તેના પતિની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં મૃતક યુવકના પિતા મનસુખ મહીડાએ ફરિયાદ નોંધાવી દીધી હતી. તેઓ પોતાનાં પરિવાર સાથે જ રહે છે. સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. મોટો દિકરો અનિલ ૬ મહિના પહેલા ઉપલેટા તાલુકાના અરણી ગામે રહેતા સોમજીભાઇ સીંગરખીયાની દીકરી રીના સાથે કોર્ટ મેરેજ કરેલા હતા. દીકરો બાયાવદર કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન અરણી ગામના સોમજીભાઇ જેઠાભાઇ સીંગરખિયાની દીકરી રીના સાથે પ્રેમમાં પડી ગયો હતો. ત્યાર બાદ બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. અગાઉ રિનાના પિતાએ ભાયાવદરમાં અનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે અનિલની ધરપકડ કરવામાં આવી હતી અને તે ૬ મહિના જેલમાં પણ રહેલો હતો. જેલમાંથી છુટી અને ઘરે આવ્યા બાદ રીના પણ અનિલ સાથે રહેવા માટે આવી ગઇ હતી. ત્યાં તેમણે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેના પગલે રીનાના ઉશ્કેરાયેલા પિતા અને ભાઇએ કહી દીધું હતું કે, જ્યાં સુધી અમે રીના અને અનિલને મારી નહી નાખીએ ત્યાં સુધી અમને શાંતિ નહી થાય. ત્યાર બાદ રીનાને દાંતમાં દુખાવો થતા પતિ અનિલ તેને દવાખાને લઇને જઇ રહ્યો હતો. ત્યારે અચાનક જ સોમાજી અને અનિલ મહીડા અચાનક વચ્ચે આવી ગયા હતા અને બંન્નેની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર