સમાચાર

ભાઈગીરીની છાપ છોડવા ભરબજારે કરી હત્યા, હત્યા કરતા સમયે મુસ્તુફાની મદદ માટે આ વ્યક્તિઓ પણ ઉભા હતા…

દાહોદમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે જ્યાં 24 વર્ષના મુસ્તુફા શેખે રૂપિયાની લાલચમાં દલાલ યનુસ કતવારાવાલાની હત્યા કરી હતી અને કબુલ પણ કર્યું હતું. જો કે 24 વર્ષનો મુસ્તુફા શેખ કોઈ મોટો ડોન કે ભાઈ નથી. પણ તેને આખા શહેરમાં તેની છાપ છોડવાનું જુનુન છે. મુસ્તફાના ભૂતકાળ વિશે વાત કરીએ તો તેના કોઇ પરીચિત હત્યાના ગુનામાં એક વખત તેનું નામ જોડાયું હતું પણ કોઈ સબુત ન મળતા એ ખુલ્લે આમ ફરતો હતો.

ત્યારબાદથી જ તેને હત્યા અને ગુના કરવાની લત લાગી છે. હાલમાં દાહોદમાં જે હત્યાનો કિસ્સો બન્યો એની વાત કરીએ તો મુસ્તુફા તેના બે મિત્રો મોઇન અને કાળુ સાથે બાઈક પર બેસીને મૃતક યુનુસ કતવારાવાલાનો પીછો કરી રહ્યા હતા અને મોકો મળતા બાઈક અથડાવવાનું ખોટું નાટક કરીને મુસ્તફા અને તેના બે સાથી મિત્રોએ ગામ વચ્ચે યુનુસભાઈ પર હુમલો કરી દીધો હતો. આસપાસના લોકો કશું સમજી કે જાણી શકે એ પહેલા મુસ્તફા અને તેના બે સાથી મિત્રોએ યુફૂસભાઈને ક્રૂર હત્યા કરીને ત્યાંથી નાસી ભાગ્યા હતા.

જો કે લોકોનું એવું માનવું છે કે મુસ્તફા કોઈ શાંત જગ્યા પર યુસુફની હત્યા કરી શકતો હતો એના બદલે ભરબજારમાં હત્યા કરીને તે પોતાનો ડર લોકોમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
જો કે હત્યા પછી મુસ્તફાએ ઘણી ગોળ ગોળ વાતો કરીને આ ખબર ફેલાવી છે. જેમાં એને કહ્યું હતું કે સોપારીની વાત સંતાડવાની વાતમાં બંને નો ઝઘડો થયો અને ગુસ્સામાં આવીને મુસ્તફાએ તેની હત્યા કરી દીધી.

Leave a Reply

Your email address will not be published.