લેખ

ભાઇના કપડા લેવા ગયેલી 16 વર્ષની સગીરા પર દુકાનદારે ધમકી આપી આચર્યું દુષ્કર્મ…

ચાલ્યા દિવસે આવતા ગુનાના સમાચારો એ માણસ માટે માથાનો દુખાવો બનતા જાય છે. દરરોજ કંઇ કેટલાય ગુના ના કિસ્સા સામે આવતા રહે છે. જેને વાંચી કે સાંભળીને આપણુ ખૂન ખોલવા લાગે છે. આપણને લાગે છે કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ, આપણે કેવા સમાજ માં જીવી રહ્યા છીએ. આવો જ ગુના નો એક કિસ્સો હાલમાં ભુજમાં સામે આવ્યો છે. જેણે ચારે તરફ હાહાકાર મચાવ્યો છે. લોકો આરોપી પર થૂંકી રહ્યા છે.

ભુજમાં રેડીમેઈટ કપડાના વેપારીએ સગીરાને દુકાનમાં બોલાવીને જ દુષ્કર્મ આચર્યા બાદ ધમકીઓ આપીને ૩ માસમાં ૩ વખત આચરેલા દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે દુકાનદારની શોધખોળ આરંભી છે. ભુજમાં રહેતા અને ફેન્સી રેડીમેઈટ કપડાની દુકાન ચલાવતા આનંદ ભાઈ (નામ બદલ્યું છે.) નામના શખસે ત્રણેક માસ પહેલા એક 16 વર્ષની સગીરાને દુકાનમાં બોલાવીને દુષ્કર્મ આચર્યુ હતું. જે બાદ દુકાનદારે કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચુપ રહેલી સગીરાને ફરી દુકાનદારે તેણીના ભાઈના કપડા લઈ જવા માટે દુકાનમાં બોલાવી હતી અને ફરી દુષ્કર્મ આચર્યુ હતું.

દુકાનદારે છેલ્લા ત્રણેક માસમાં 3 વખત દુષ્કર્મ આચર્યુ હતું. દુકાનદારના વારંવાર સગીરાનો લાભ ઉઠાવતો હોવાથી તેણી ઘરે નિરાશ થઈને બેઠી હતી. જેથી માતાએ તેણીને પુછતા તેણીએ પોતાની આપવીતી જણાવી હતી. જેથી માતા પણ હેરાન રહી ગઈ હતી અને પતિને વાત કરીને બુધવારે મોડી સાંજના ભુજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે દુકાનદાર સામે દુષ્કર્મ, પોક્સો સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને સગીરાને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ બનાવની જાણ થઈ જતાં દુકાનદાર ફરાર થઈ જતાં પી એસ આઈ અને તેમની ટીમે તેની શોધખોળ આરંભી છે. અને તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપી ની ધરપકડ કરવામાં આવશે અને સગીરા ને ન્યાય આપવામાં આવશે. જો કે તેમ છતાં રાહ તો જોવી જ રહી.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *