બે બહેનોમાં એકનો એક ભાઈનું કમકમાટી ભર્યું મૃત્યુ, થોડીવાર પહેલા જ મિત્રને કહી રહ્યો હતો રોડની સાઈડમાં ચાલ નહીંતર કાલ સવારે પેપરમાં ફોટો આવી જશે, ને તેની સાથે જ આવી ઘટના બની…

સમગ્ર દેશભરમાં દશેરા નો પર્વ ધામધૂમથી ઉજવાય અને સમાપ્ત થઈ ચૂક્યો છે ત્યારે અમુક જગ્યાએ દશેરા ના દિવસે એવી ઘટનાઓ બની કે જેને લઈને આખા વિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ભણકારા વાગ્યા હતા. ચારે તરફ આ ઘટનાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે જ્યાં થોડાક સમય પહેલા જ યુવક પોતાના મિત્રને શિખામણ દઈ રહ્યો હતો કે રોડની બાજુમાં ચાલ નહીંતર કાલે સવારે છાપામાં તારો ફોટો છપાઈ જશે તેવી વાત કરી રહ્યો હતો અને અચાનક જ યુવકની સાથે જ બન્યું એવું કે…

મધ્ય પ્રદેશમાંથી સામે આવેલી આ ઘટના અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચા બની છે રાવણ દહન કર્યા બાદ શ્રીરામની સેના ની સવારી પોલો ગ્રાઉન્ડ તરફ આગળ જઈ રહી હતી સાયલા રોડ પર સાક્ષી પેટ્રોલ પંપ પાસે યુવક ટ્રેક્ટર પર ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ત્યારે જ યુવકના ઉપરથી ટ્રેક્ટર ફરી વળી અને ઘટના સ્થળે જ યુવકનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જાણવા મળતી માહિતી મુજબ આ યુવકનું નામ મનોજ છે જે પોતે રાવણ દહન કરીને શ્રીરામની સેનાની સવારી ની સાથે સાથે પ્લે ગ્રાઉન્ડ ઉપર આગળ જઈ રહ્યો હતો અને ત્યારે જ મનોજ આ ટ્રેક્ટર ઉપર બેસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અત્યારે જ ટ્રેક્ટરનું પાછળનું ટાયર મનોજ ઉપરથી ફરી મળ્યું હતું, બાદમાં સ્થાનિક લોકોએ મનોજને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તપાસ દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મનોજના મિત્ર પાસેથી જાણવા મળ્યું કે પોતે મનોજને ટ્રેક્ટર ઉપર ચડતા ટ્રેક્ટર ડ્રાઇવરને ઈશારો કરતા ટ્રેક્ટર રોકવા જણાવ્યું હતું જેના કારણે મિત્રો મનોજ ટ્રેક્ટર ઉપર બેસી શકે પરંતુ ટ્રેક્ટર ડ્રાઇવર મનોજના મિત્રનો અવાજ સાંભળ્યો નહીં અને ટ્રેક્ટર ચલાવવાનું ચાલુ જ રાખ્યું ત્યારે મનોજ પોતે ચાલુ ટ્રેક્ટર એ ઉપર બેસવા જઈ રહ્યો હતો અને અચાનક જ મન જ ઉપરથી પાછલું ટ્રેક્ટરનો ટાયર ફરી વળી જેના કારણે મનોજનું મૃત્યુ થયું હતું.

મિત્રો તમને જણાવી દઈએ તો મનોજ પોતે ટેન્ટ હાઉસમાં કામ કરે છે જેને પોતાની બે બહેનો છે જે પરણેલી છે મનોજ ની માતા નું મૃત્યુ થઈ ચૂક્યું છે જ્યારે પિતા એક ચિત્રકાર તરીકે કામ કરી રહ્યા છે મનોજ ના મૃત્યુના સમાચાર સાંભળતા પિતા તો સાવ સ્તબ્ધ થઈ ચૂક્યા છે અને બે બહેનોએ તો એકના એક ભાઈને ખોયા પછી રોઈ રોઈને આખી હોસ્પિટલ માથે ઉઠાવી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *