ભક્તોને નડ્યો ભયંકર અકસ્માત, અંબાજી જતા કલોલના સાત પદયાત્રીઓના કરુણ મોત, CM એ ચાર લાખની સહાય પરિવારજનોને આપવાની જાહેરાત કરી…

અરવલ્લીના કૃષ્ણપુર પાસે એક ગોજારો અકસ્માત સામે આવ્યો છે જેમાં એક ઇનોવા કાર ચાલે છે ભાદરવી પૂનમે અંબાજી મંદિર દર્શન કરવા જતા પદયાત્રીઓને કચડી નાખવાની ઘટના અત્યારે સામે આવી છે, આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં જાણવા મળતી માહિતી મુજબ સાત લોકોના મોત નીપજ્યા છે જ્યારે નવ લોકો અત્યારે ગંભીર રીતે ઘાયલ છે.

ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને જાણવા મળતી માહિતી મુજબ ડ્રાઇવર ગઈકાલે પૂણેથી સતત 20 કલાક સુધી કાર ચલાવતો હતો કારચાલકની બેદરકારીના કારણે અત્યાર સુધીમાં સાત લોકોના જીવ ગુમાવ્યા છે અને બીજી બાજુ માહિતી મળતા જાણવા મળ્યું છે કે જો કાર ટોલ બુધના પિલર સાથે અથડાય ના હોત તો મૃત્યુ આંક વધુ હોત.

આ સમગ્ર ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કરતાં શોખ વ્યક્ત કર્યો છે તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટનાના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનની પ્રત્યે સંવંદના વ્યક્ત કરી રહ્યો છું રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને બીજા ગ્રસ્ત અને પાંચ લાખની સહાય આપશે તેવું તેમણે પોતાના ટિટમાં કહ્યું છે.

મૃતકોનું પામનાર યુવકોનું નામ આ પ્રમાણે છે જેમાં જાદવ પંકજભાઈ રમણભાઈ, પ્રકાશભાઈ મંગળસિંહ રાઠોડ, સંજય કુમાર નરેશભાઈ તિલવાડ, અપસિંગ સોનિયા બારીયા, સુરેશભાઈ મોહનભાઈ બામણીયા, વિજય હાથમાં લખેલ કળા ઉપરથી.

Leave a Reply

Your email address will not be published.