આગામી 48 કલાક અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે તાત્કાલિક જાહેર કર્યું એલર્ટ…

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી ની વચ્ચે અનેક જિલ્લા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે નવા આંકડા પ્રમાણે સોમવારના રોજ રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો જ્યારે અમુક જિલ્લાઓમાં તો ભારેથી અતિ ભારે વરસાદની નોંધણી પણ થઈ છે સોમવારના દિવસે સૌથી વધારે વરસાદ રાજકોટના ઉપલેટામાં નોંધાયો હતો.

દોસ્તો આપણે જણાવી દઈએ તો રાજ્યમાં હજી પણ આગામી ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. આ વચ્ચે આજ સવારથી જ અમદાવાદમાં પણ અંધારપાટ જોવા મળ્યો છે જાણે ભારે વરસાદ થવાનો હોય આખા શહેરમાં અત્યારે કાળા ડિબાગ વાદળા છવાઈ ગયા છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિમાં અત્યારે અમદાવાદ ઉભું છે.

મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં ચાર ઇંચ વરસાદની નોંધણી થઈ છે આ સાથે ઉમરગામમાં 3.6 ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટના જામ કંડોરણામાં 3.5 ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પાણીના ગરગાવ થઈ ગયા હતા.

આજે મંગળવાર સવારથી જ બે કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં વરસાદી આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ ખેડાના કઠલાલમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. તમને જણાવી દીધો અમદાવાદ શહેરમાં પણ હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરી છે જેમાં અમદાવાદમાં આગામી 48 કલાક ધોધમાર વરસાદ પહોંચી શકે તેવી શક્યતા છે.

અત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદે પોતાની રમઝટ બોલાવી દીધી છે અમદાવાદમાં હવામાન વિભાગે યેલ્લો એલર્ટ પણ જાહેર કર્યું છે વરસાદીમાં સામતા વાતાવરણમાં ગરમી અને બફારાથી લોકોને રાહત મળે છે ત્યારે ફરી એક વખત અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.