આગામી 48 કલાક રાજ્યના આ જિલ્લાઓ માટે ખૂબ જ ભારે, તબાહી મચાવતો વરસાદની સાથે સાથે આવી શકે છે મોટી આફત -જાણો કયા કયા વિસ્તારમાં…

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા સાબરકાંઠાથી લઈને સુરત સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા વલસાડ નવસારી અરવલ્લી જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકો સહિત માછીમારોને પણ એલર્ટ કરી દીધા છે જેના કારણે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. 14 ઓગસ્ટ ના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારો સાબરકાંઠા બનાસકાંઠામાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

જ્યારે 15 ઓગસ્ટ ના રોજ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ની આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે તાપી ડાંગ સુરત અરવલ્લી મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

બીજી તરફ 16 ઓગસ્ટ ના રોજ વલસાડ નવસારી સાબરકાંઠા બનાસકાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરાય છે આ સાથે સુરત ભરૂચ ડાંગ કચ્છ દમણ તાપી દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાવવાના કારણે વરસાદનું પાણી અત્યારે રાજ્યના જળાશયોમાં આવી રહ્યું છે અને તેના કારણે ડેમની સપાટીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત વરસાદ પડવાને કારણે ગુજરાતના જળાશયોગ છલોછલના છલકાઈ ગયા છે, જેના કારણે તાપી નદી બે દિવસમાં 3 લાખ કયુસેક પાણીની આ વખત થઈ છે.

આ સાથે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ સતત અને સતત વધારો થઈ રહ્યો છે અત્યારે સરદાર સરોવર ડેમની સપાટી 134 મીટર ને પાર પહોંચી ગઈ છે જે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ડેમની રૂલ સપાટી કરતાં ચાર મીટર દૂર જ છે નર્મદા ડેમમાં અત્યારે 1.04 ક્યુસેક પાણી ની આવક છે જ્યારે 30,000 ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડાયું છે.

Leave a Reply

Your email address will not be published.