દિલ્હીના ઘણા વિસ્તારોમાં આજે હળવો વરસાદ પડ્યો હતો. આ વરસાદ બાદ દિલ્હીના લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેથી હવે થોડી રાહત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે આંશિક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. IMD અનુસાર, સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે.
દિલ્હીમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો રવિવારે રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે વર્ષનું સૌથી વધુ તાપમાન છે. નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોએ ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં વૈશાખ મહિનો બરોબર તેનો રંગ જમાવી રહ્યો છે.એટલું જ નહીં, ગરમ લુ અને ધૂળ સાથે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે.. હવામાન વિભાગે આજે 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે.
#WATCH | Parts of Delhi receive light rain, bringing some respite from the scorching heat over the past few days. pic.twitter.com/k7TBYby7pZ
— ANI (@ANI) May 20, 2022
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું આવે તેવી શક્યતા છે.મેના અંત સુધીમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટ જોવા મળી શકે છે. આંદામાન-નિકોબાર અને બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.અહીં પાંચ દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેથી 1 જૂન સુધી કેરળ પહોંચવાની ધારણા છે. કેરળમાં વરસાદના આગમન પછી, ગુજરાતમાં સામાન્ય રીતે 15-20 દિવસમાં વરસાદ આવે છે.