આગામી બે દિવસ રાજ્ય માટે ખુબ ભારે, ખુદ હવામાન વિભાગના અધિકારી એ ખતરનાક આગાહી કરી, મોટી આફત આવી શકે છે…

હાલમાં ગુજરાતમાં મેઘ મહેરબાન થયો છે. વધારે પડતા વરસાદને કારણે ગુજરાતના ઘણા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પોતાનું જોર જમાવી શકે છે. જેને કારણે નદી અને તળાવના વધતા જળસ્તરને લઈને ઘણા જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

તારીખ 14 અને 15 ની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનાગઢ, ગીર, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જો કે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

તારીખ 15 મીની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

તારીખ 16 મીની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ઓછો વરસાદ પડશે. જો કે દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. ટૂંકમાં 14 અને 15 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 24 જુલાઈ થી 30 જુલાઈની વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે પવન ફૂંકાશે.17 જુલાઈ બાદ વરસાદ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધવાની સંભાવના છે..

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આંકડા મુજબ 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના કપરાડામાં 11 ઈંચ, ડાંગના સુબીરમાં 9.44 ઈંચ, પારડીમાં 9 ઈંચ, ધરમપુરમાં 8.52 ઈંચ, નવસારીમાં ખેરગામમાં 7.56 ઈંચ, વડોદરાના ડભોઈમાં 8 ઈંચ, વલસાડમાં 6.88 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, વલસાડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 7.88 ઈંચ, ડાંગમાં 7 ઈંચ, કરજણમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.