બંગાળની ખાડીમાં ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વખતે વરસાદ તબાહી મચાવતો રાજ્યમાં આવશે…

દોસ્તો ગુજરાત ઉપર અત્યારે વેલમાર્ક લો પ્રેસર હોવાને કારણે લો પ્રેસર કન્વર્ટ થઈ આ સિસ્ટમ ધીરે ધીરે કચ્છ પશ્ચિમ તરફ આગળ જઈ રહી છે અને તેના કારણે વરસાદી સિસ્ટમ ની અસર એક્ટિવિટી જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારો સહિત કચ્છના વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ તો આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતા છે આ ઉપરાંત 15 ઓગસ્ટ થી લઈને 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. વરસાદનો ખૂબ જ સારો એવો રાઉન્ડ હોઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે આની અસર સીધી જ રાજ્ય ઉપર પડશે અને તેના કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. જ્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે વરસાદને લઈને અલગ આગાહી જાહેર કરી છે.

જેમાં 14 ઓગસ્ટ થી રાજ્યના અલગ અલગ ભાગોમાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગાહી અંબાલાલભાઈ પટેલે જાહેર કરી છે. પશ્ચિમમાં ગતિ કરી 16 જુલાઈની આજુબાજુ ગુજરાત ઉપર જી એફ એસ મોડલ માં સ્પષ્ટ સંકેતો જણાઈ રહ્યા છે જેને કારણે રાજ્યમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.