ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમની સપાટી એક કા એક વધારો થયો…

ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં અત્યારે મેઘરાજાની એન્ટ્રી કરી નાખી છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં હોય છે ત્યારે ભાવનગરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે જળાશયોમાં પણ કાલથી નવા નિર્માણની આવક ચાલુ થઈ ગઈ છે ત્યારે સમગ્ર ભાવનગરની જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમની સપાટીમાં અડધા ફૂટનો વધારો થવા સામે ડેમની સપાટી 27.50 ફૂટ પર પહોંચી ગઈ હતી.

આ સાથે ભાવનગર જિલ્લાના ડઝન જળાશયો પૈકીના શેત્રુંજી ડેમમાં શુક્રવારના રોજથી જ પાણીની આવક ચાલુ થઈ ગઈ હતી અને સાંજના સમયે 2030 ક્યુસેક ઉપરવાસમાં થી પાણીની આવક જાળી હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમમાં સૂત્રો એ જણાવ્યું હતું.

આ સાથે માલણ ડેમમાં 418 કયુસેક છે રંધવા ડેમમાં 1069 કયુસેક હમીપુરામાં 193ક્યુસેક, 402 ક્યુસેક, બગડામાં 194 ક્યુસેક આવક સામે જાવક તેમજ રોજડી ડેમમાં 46 ક્યુસેક ની આવક ચાલુ થઈ ગઈ હતી. આ સમગ્ર ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં ખૂબ જ વધારો થયો હતો.

આ સાથે ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પડેલા વરસાદને સૌથી વધુ પીંગળી ડેમમાં સ્ત્રાવ વિસ્તારના 80મિમી, હમીરપરા ડેમમાં 64 મીમી તેમજ રોજડી ડેમમાં 31મી રજાઓ ડેમમાં સ્ત્રાવમાં 20 મીમી, બગડ ડેમમાં 13 મીમી શેત્રુંજી ડેમમાં સ્ત્રાવમાં 10મીમી માલવણમાં 10 મીમી લાખણકામાં પાંચ તથા હણોલ ડેમમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *