વરસાદ આવવાના પૂર્વાનુમાનની વચ્ચે ગુજરાતના 37 તાલુકામાં ભારે વરસાદ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી છે અને તેના આધારે ગુજરાતના 37 તાલુકામાં વરસાદ પડ્યો છે, આમ સુરતના ઓલપાડ માં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ અનુસાર આવનારા પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડવાની આશંકા છે અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે મેઘરાજા આવશે તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ઘોડાપૂર નદી સાંબેલાધાર વરસાદના કારણે નદીમાં આવી ગયા છે તથા સાવરકુંડલાના અંબરડી ગામના બજારમાં નદીની જેમ પાણી વહી રહ્યું છે.

ગુજરાતના ઘણા બધા ભાગ માં વરસાદ શરૂ થઇ ગયો છે અને ખાસ કરીને અમરેલી તથા સાવરકુંડલામાં પણ વરસાદ થયો છે, લીખીલા, વિજપડી, છાપરી સહિત ગામડાના વિવિધ વિસ્તારમાં વરસાદ પડવાથી ખેડૂતો ખુશ થઈ ગયા છે સારા વરસાદના કારણે ખેડૂતોએ પોતાની ખેતી શરૂ કરી દીધી છે અને જૂનાગઢના સાસણ ગીરમાં ભારે વરસાદના કારણે પાણી રસ્તા ઉપર આવી ગયા છે.

તેમજ વલસાડના ઓલપાડ પછી ઉમરપાડામાં ખૂબ જ વરસાદ પડવાને કારણે વરસાદ રસ્તા ઉપર આવી જતા જ પાણી વહેવા લાગ્યું છે સમગ્ર વલસાડ જિલ્લામાં સવારથી જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે એક વખત ફરીથી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને સતત બીજા દિવસે વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળે છે અને ગરમીના કારણે બાળકો પણ વરસાદમાં નાહવાનો લુફત ઉઠાવે છે.

ગોંડલ જિલ્લામાં વરસાદનો કહેર જોવા મળ્યો છે સવારે આવેલ વાવાઝોડા બાદ બપોરે વાતાવરણ બદલાઇ ગયું હતું અને વાદળો કાળા ડિબાંગ થઈ ગયા હતા ત્યારબાદ ખૂબ જ પવન ફૂંકાવા લાગ્યો હતો અને પછી મુશળધાર વરસાદ થયો હતો, બાંદ્રા અને દેવચડી માં અડધા કલાકનાં તોફાન છી વરસાદ પડ્યો હતો. તે સિવાય રાજકોટમાં પણ વાદળ કાળા ડિબાંગ થઈ ગયા હતા.

હવામાન વિભાગે ગુજરાતમાં આવનાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ તથા સૌરાષ્ટ્રમાં ચાર પાંચ દિવસ સુધી વરસાદ પડશે, અને ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, દીવ જૂનાગઢ પોરબંદરમાં પણ વરસાદ પડી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે નવસારી ડાંગ વલસાડ માં વરસાદ ની સંભાવના જોતાં જ માછીમારો ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં પણ વરસાદે ભારે જોર પકડ્યું છે ઘોઘંબા માં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા સાથે આવેલ વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. સુંદર ગામમાં 35 ઘરોના છાપરા ઉડી ગયા છે, અને ઘણા બધા ઝાડ પણ પડી ગયા છે ત્યાં આજે બીજી તરફ સરકારે સસ્તા અનાજની દુકાનના અનાજ પલળી ગયા છે, વીજળી થઈ ગઈ છે તથા સ્થાનિક લોકોએ વ્યવસ્થાની માંગણી કરી છે.

ચોમાસાની શરૂઆત થતાં જ ભાવનગરમાં વરસાદ આવી ગયો છે, ભાવનગરના શેત્રુંજી બાંધમા નવું પાણી આવ્યું છે અને નવા બાંધનું જળસ્તર 20.9 ફીટ પહોંચી ગયું છે. તે બંધ માં પાણી આવવાથી ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. ગયા વર્ષે સારા વરસાદના કારણે શેત્રુંજી બંધ ઘણી બધી વખત ઓવરફલો થયો હતો એવામાં લોકોએ આ વર્ષે પણ સારો વરસાદ થશે તેવી આશા વ્યક્ત કરી છે.

મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મોરબી વાવડી, શનાળા, મહેન્દ્રનગર નજીક વરસાદ પડી રહ્યો છે. અને મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. તાપી વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અને જેમાં પાનવાડી, તાડકુવા, ભાટપુર, મુસા ગામોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તાપસીના વ્યારા સહિત આસપાસના વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદે ઠંડક પ્રસરી છે. ધીમીધારે વરસતા વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *