રજાઓમાં બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો તરત જ પ્લાન કેન્સલ કરી દેજો, હવામાન વિભાગે કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાણો કયા કયા વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી થશે…

રાજ્યમાં અત્યારે તહેવારોનો માહોલ આવી રહ્યો છે અને સાથે સાથે વરસાદી માહોલ પણ રાજ્યમાં બરોબરનું જામ્યો છે રાજ્યના માહોલમાં દરિયા કિનારા વિસ્તારમાં ફરવા જવાનું વિચાર કરી રહ્યા છો તો એક વખત આ ખબર જરૂર વાંચજો અત્યારે રાજ્યમાં ત્રીજા રાઉન્ડને લઈને મોટી આગાહી જાહેર કરી દીધી છે.

જેમાં આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. એક્ટિવ મોન્સૂન સ્પેલ સાયકલોનીક સર્ક્યુલેશન સિયર ઝોન સક્રિય છે જેના કારણે રાજ્યમાં વરસાદની માહોલ બરોબરનો જામ્યો છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે દોસ્તો તમને જણાવી દઈએ તો 9 ઓગસ્ટ થી લઈને 11 ઓગસ્ટમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. જેમાં ગીર સોમનાથ જુનાગઢ દાદરા નગર હવેલી દમણ વલસાડ જેવા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

આ સાથે અમરેલી પોરબંદર રાજકોટ દીવ બોટાદ ભાવનગર અમરેલી તાપી નર્મદા ભરૂચ જેવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. ખેડા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા પંચમહાલ આણંદ દાહોદ વડોદરા સુરત ડાંગ નવસારી છોટાઉદેપુર મહીસાગર જામનગર કચ્છ મોરબી જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 ઓગસ્ટ સુધી દરિયા કિનારામાં ભારે મોજા ઉછળવા અને દરિયામાં કરંટ જોવા મળશે તેવું હવામાન વિભાગનું કહેવું છે આ સાથે 3.5 થી 4.6 મીટરના ઊંચા મોજા ઉછળે તેવી આગાહી વ્યક્ત કરી છે જેને લઈને ફોટોગ્રાફર અને સેલ્ફી ના શોખીન અને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે સાથે સાથે હવામાન વિભાગ એ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *