દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો થઈ જાવ સાવધાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે…

વરસાદને લઈને હવામાન વિભાગ એમ આગાહી જાહેર કરી છે જેમાં આગામી ચાર દિવસ રાજ્યમાં ખૂબ જ સારો એવો વરસાદ થવાની શક્યતા છે તેમજ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે આ સાથે

સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આની અસર સીધી જ ગુજરાત ઉપર પડવાથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે જેના કારણે અત્યારે હવામાન વિભાગે રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે આ સાથે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

રક્ષાબંધન પર્વ પર મેઘો મહેરબાન રહેશે તેવી શક્યતા છે. આ સાથે ભારે વરસાદની આગાહીને કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને દરિયામાં અત્યારે ભારે કરંટ પણ જોવા મળ્યો છે જેના કારણે હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે ત્રણ નંબરનો સિગ્નલ લગાવી દીધું છે.

આજે સવારથી જ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જ્યારે મોડી રાત્રે શહેરમાં મેઘરાજાએ તબડાસતી બોલાવી દીધી હતી અને સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. આજે સવારથી રાજ્યના અનેક જિલ્લા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બારડોલીમાં 2.25 ઇંચ વરસાદ કામરેજમાં પણ 2.25 ઇંચ પલસાણામાં 2.50 તથા સુરત સિટીમાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.