દેશના મુખ્ય હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી આ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે એવો વરસાદ નોંધાશે…
રાજ્યમાં અત્યારે જોરદાર વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસને લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે તેની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે અને તેના કારણે અત્યારે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને પણ રેડ એલર્ટ જાહેર કરી દીધા છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી દેવામાં આવી છે. 9 ઓગસ્ટ થી લઈને 11 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે તેની આગાહી જાહેર કરવામાં આવી છે અને આ વખત ફક્ત હવામાન વિભાગ દ્વારા જ આગાહી જાહેર કરવામાં આવી નથી પરંતુ સાથે સાથે અંબાલાલભાઈ પટેલે પણ આ વખતે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.
તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાવાને કારણે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ અને આની અસર ગુજરાતમાં સીધી જ પડી છે જેના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી અત્યારે જાહેર કરવામાં આવ્યું છે.
અત્યારે ફક્ત હવામાન વિભાગ જ નહીં પરંતુ આખા દેશનો હવામાન વિભાગ પણ ગુજરાત ઉપર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. 48 કલાક આ વિસ્તારો માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે.