સમાચાર

ભારતમાં કોરોનાની ભયાનક ઝડપ વધી, આજે 2 લાખ 64 હજારથી વધુ દર્દીઓ નોંધાયા

ભારતમાં કોરોના સંક્રમણનો દર વધીને 14.78 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં ઓમરોનના નવા વેરિઅન્ટના 5,753 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,64,202 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે.

આ આંકડો ગઈકાલે ગુરુવાર કરતાં 6.7 ટકા વધુ છે. ભારતમાં કોરોના સંક્રમણનો દર વધીને 14.78 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં ઓમરોનના નવા વેરિઅન્ટના 5,753 કેસ નોંધાયા છે. દેશમાં આજે કોરોના વાયરસના વધુ 16,785 કેસ નોંધાયા હતા.

જ્યારે ગઈકાલે તે 2,47,417 કેસ હતા. અને આજે 2,64,202 નવા કેસ નોંધાયા છે અને 1,09,345 સાજા થયા છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 12,72,073 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 315 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 4,85,350 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *