ભરૂચમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ઘંધો, પોલીસે રેડ પડી તો ખબર કે આતો…

રાજ્યમાં દિવસેને દિવસે હવે દેહ વ્યાપારના કેસો ખુબ જ વધી રહ્યા છે ત્યારે ભરૂચ બાયપાસ રોડ ઉપરના બીગ બોસ સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો ભરૂચ પોલીસે ખુલાસો કરી દીધો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા સ્પા.ની આડમાં ચાલતી દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓને શોધી કાઢવાની અપાયેલ કડક સૂચનાના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ તથા પોલીસ ટીમને બાતમી મળી ગયેલી હતી.

આ બાતમી મુજબ પોલીસે ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ અભ્યુદય આર્કેડમાં આવેલ બીગબોસ સ્પાની આડમાં બહારની છોકરી મંગાવી અને દેહ વ્યાપાર ચલાવી રહ્યા છે. એ ડિવિઝન પોલીસ બાતમી મુજબ એક ટીમ બનાવી અને છાપો મારવા માટે એક ખાનગી વ્યક્તિને ગ્રાહક તરીકે તૈયાર કરી અને બાતમી વાળી જગ્યાએ મોકલી અને ખાત્રી કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ રેડમાં દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ છ યુવતીઓ તથા બિગબોસ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાનનો માલીક રાકેશ મનુભાઇ વાળંદ રહે.એ/૮ વિશ્વભર કોમ્પલેક્ષ, એમઆર.એફ. શો રૂમની પાછળ, નંદેલાવ ભરૂચ હાજર મળી આવતા પોલીસે જરૂરી પુરાવાઓ એકત્ર કરવા સાથે સ્પામાંથી બે મોબાઇલ અને કાઉન્ટર ઉપરથી ૭૫૦૦ રૂપિયા રોકડા મળી અને કુલ રૂ. ૧૩,૫૦૦/- કબ્જે કરી અને દુકાન માલીક વિરુધ્ધ ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી દીધી છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.