મન્ચુરિયન નામ સાંભળીને નાનાથી લઈને મોટા લોકોના મોમાં પાણી આવી જાય છે. આજકાલ લોકોને ચટાકેદાર ખાવાનું ખૂબ જ પસંદ આવે છે તેમાં પણ જો જમવામાં ડ્રાય મંચુરિયન,ચાઈનીઝ, ચાઈનીઝ ભેળ મળી જાય તો વાત જ શું કરવી. આપણા ગુજરાતીઓને પણ આજકાલ ચાઇનીસ ખાવાનો ખુબ જ શોખ ચાલુ થયો છે. ગુજરાતના લગભગ બધા શહેરની બધીજ હોટેલ, લારીઓ પર આ પ્રકારના ચાઈનીઝ તેમજ ડ્રાય મન્ચુરિયન મળે છે.અને લોકોહોંશે હોંશે મનચુરીયન ખાય છે.
જો તમને પણ ડ્રાય મન્ચુરિયન ખૂબ જ ભાવતું હોય તો આ ફૂડ આર્ટીકલ ખાસ તમારા માટે જ છે. આ આર્ટિકલમાં આજે અમે તમને ડ્રાય મન્ચુરિયન ઘરે કેવી રીતે બનાવી શકાય તે સમજાવીશું ઉપરાંત જો તમે ભાવનગરના હોવ તો ત્યાં ક્યાં સૌથી સારું ડ્રાય મન્ચુરિયન ક્યાં મળે છે એ અમે તમને જણાવીશું. તો ચાલો પહેલા શીખી લઈએ કે ઘરે ડ્રાય મનચુરીયન કેવી રીતે બનાવી શકાય.
વેજ ડ્રાય મંચુરિયન રેસીપી ચાઇનીઝ બ્રેકફાસ્ટ મંચુરિયન રેસીપીસ્ટાર્ટર વેજ મંચુરિયન એ એક સ્વાદિષ્ટ ચાઇનીઝ વાનગી છે જે મિશ્ર શાકભાજી સાથે બનાવવામાં આવે છે જેને સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. તે વેજીટેબલ મંચુરિયન ગ્રેવીની જેમ જ તૈયાર કરવામાં આવે છે પરંતુ તેમાં સૂકી ગ્રેવી હોય છે. તેને બનાવવા માટે, કોફતા સૌપ્રથમ મિશ્ર શાકભાજીમાંથી બનાવવામાં આવે છે, તેલમાં તળવામાં આવે છે અને પછી સોયા સોસ, ટોમેટો કેચપ અને ચિલી સોસ સાથે રાંધવામાં આવે છે. તો આજે આપણે આ સરળ રેસિપીની મદદથી ઘરે ડ્રાય મંચુરિયન બનાવતા શીખીએ.
તૈયારીનો સમય: 10 મિનિટ પકવવાનો સમય: 20 મિનિટ મંચુરિયન બોલ્સ માટેની સામગ્રીઃ 1/2 કપ મેંદો, 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 3/4 કપ છીણેલું ગાજર, 2/3 કપ સમારેલી કોબી, 1/2 કપ બારીક સમારેલા કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન બારીક સમારેલી સ્પ્રિંગ ઓનિયન, 2 લીલા મરચાં, બારીક સમારેલ 1/2 કપ. તેલ + મીઠું સ્વાદ મુજબ તળવા માટે તેલ 1/2 ટીસ્પૂન કાળા મરી પાવડર
મસાલા માટેની સામગ્રી: 1 મધ્યમ ડુંગળી, સમારેલી 1/2 કપ સમારેલ કેપ્સિકમ 1/2 ટીસ્પૂન બારીક સમારેલા આદુની પેસ્ટ, લસણ ની પેસ્ટ, સમરેલા ઉભા લીલા મરચાં, 2 ચમચી બારીક સમારેલી લીલી ડુંગળી (સ્પ્રિંગ ઓનિયન) 2 ચમચી તેલ 1 ચમચી સોયા સોસ 1/2 ચમચી ચિલી સોસ 2 ચમચી ટોમેટો કેચપ
વેજ મંચુરિયન બોલ્સ બનાવવાની રીત એક મીડિયમ બાઉલમાં ગાજર, છીણેલી કોબી, સમારેલ કેપ્સીકમ, સમારેલા લીલા મરચા, સમારેલી લીલી ડુંગળી, 1 ટીસ્પૂન તેલ, કાળા મરી પાવડર, કોર્નફ્લોર અને મીઠું નાખીને મિક્સ લો.બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવો. બોલ બનાવવા માટે મિશ્રણમાં પાણી ન નાખો, ફક્ત સમારેલા શાકભાજીમાંથી પાણી જ પૂરતું છે.જો મિશ્રણમાં બોલ ન બને તો મિશ્રણમાં થોડું પાણી ઉમેરો.
એક પેનમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો. જ્યારે તેલ ડીપ ફ્રાઈંગ કરવા માટે પૂરતું ગરમ થઈ જાય, ત્યારે તેમાં 2-3 કાચા બોલ્સ નાખીને ગોલ્ડન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
તળેલા બોલ્સને પ્લેટમાં પેપર નેપકિન પર મૂકો. બાકીના બોલ્સને પણ આ જ રીતે ફ્રાય કરો. મસાલો બનાવા માટે ઉંચી આંચ પર એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા કેપ્સીકમ, લીલા મરચાં, સમારેલા આદુ અને સમારેલ લસણ ઉમેરો અને હલકું થાય ત્યાં સુધી ફ્રાય કરો, લગભગ 2-3 મિનિટ લાગશે.સોયા સોસ, ટોમેટો કેચઅપ, ચિલી સોસ અને મીઠું ઉમેરો; સારી રીતે ભેળવી દો.તળેલા મંચુરિયન બોલ્સ અને સમારેલી સ્પ્રિંગ ઓનિયન ઉમેરો. ધીમેધીમે ટૉસ કરો અને 1-2 મિનિટ માટે પકાવો.ગેસ બંધ કરી દો. વેજ ડ્રાય મંચુરિયન તૈયાર છે.
ટિપ્સ શાકભાજીમાંથી બનાવેલા મિશ્રણમાં પાણી ઉમેરશો નહીં, ફક્ત સમારેલા શાકભાજીમાંથી કાઢેલું પાણી જ પૂરતું રહેશે. જો મિશ્રણથી બોલ ન બને તો પણ મિશ્રણમાં 1 કે 2 ચમચી પાણી ઉમેરો.અમે આ રેસીપીમાં (Ajinomoto) નો ઉપયોગ કર્યો નથી જેથી તે બાળકો અને સ્વાસ્થ્ય માટે સારું બને. જો કે, જો તમને પરંપરાગત ચાઈનીઝ સ્વાદ જોઈએ છે, તો તમે શાકભાજીના મિશ્રણમાં એક ચપટી અજિનોમોટોઉમેરી શકો છો. સર્વિંગ આઈડિયા: તે સ્ટાર્ટર અથવા નાસ્તા તરીકે પીરસવામાં આવે છે. તમે તેને તળેલા ભાત અથવા ગરમ સૂપ સાથે પણ સર્વ કરી શકો છો.
ભાવનગર માં આવેલું ચાઈનીઝ પોઇન્ટ ભાવનગરમાં આવેલા ચાઇનીઝ પોઇન્ટ પર એક લારી ઊભી રહે છે જ્યાં તમને ચાઈનીઝ ની બધી જ આઇટમો મળી જશે. તેમાં ત્યાંનું ડ્રાય મન્ચુરિયન ખૂબ જ ફેમસ છે. લોકોની અહીં ખૂબ જ ભીડ જામે છે. આ ચાઇનીઝ પોઇન્ટ પર લગભગ ૫૦ લોકોનું ડ્રાય મન્ચુરિયન એક સાથે બનાવવામાં આવે છે. ખૂબ જ અલગ રીતે એકદમ તડકેદાર અહીં ડ્રાય મન્ચુરિયન બનાવવામાં આવે છે જે સ્વાદમાં એકદમ સુપર અને ટેસ્ટી હોય છે. જો તમને પણ ડ્રાય મન્ચુરિયન ભાવતું હોય તો તમે પણ આ ભાવનગરના ચાઇનીઝ પોઇન્ટ નું ડ્રાય મનચુરીયન ટેસ્ટ કરી શકો છો. સરનામું :- ભાવનગર ચાઇનીઝ પોઇન્ટ, ગુજરાત