સમાચાર

બુટલેગરે અપનાવ્યો અનોખો ઉપાય કે જોઇને પોલીસ પણ ચોંકી અને…

કોરોનાના કહેર વચ્ચે નવા વર્ષને આવકારવાની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. દર વર્ષે બધા ૩૧ ડીસેમ્બર એટલે કે ૩૧ ફર્સ્ટની પાર્ટી કરતા હોય છે. અને વર્ષે પણ લોકો કરશે. ૩૧ ડિસેમ્બરની રાત્રે ઉજવણી માટે ગુજરાતમાં દારૂની હેરફેર વધી જાય છે અને ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે. બીજી બાજુ બુટલેગરો પણ દારૂની હેરાફેરી કરવા માટે અવનવા નુસખા અજમાવી રહ્યાં છે કે જેથી તે પીલીસના હાથમાં ન આવે.

જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી છે. સુરતમાંથી આવો જ એક કિસ્સો સામે આવી ગયો છે. કાતિલ ઠંડી વચ્ચે નવા વર્ષને આવકારવા માટે યુવાનો ખુબ જ થનગની રહ્યાં છે. પોલીસની સતર્કતા વધવાના કારણે બૂટલેગરોએ પણ દારૂની કિંમતોમાં ભારે વધારો કરી દીધો છે. બીજી બાજુ નવા વર્ષની ઉજવણીમાં દારૂની મહેફિલની મોજ માણવા માટે લોકો મોં માંગી કિંમતો ચૂકવવા માટે તૈયાર થઇ જાય છે.

આથી બુટલેગરોને તક મળી જાય છે, અને બૂટલેગરો આવી સિઝનમાં કમાવવાની કોઈ તક છોડતા નથી. સુરતના ગોડાદરા વિસ્માંતાર બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે આવો જ એક નવો જ નુસખો અજમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એસઓજીની ટીમે બાતમી મળ્યાના આધારે ગોડાદરા ગાર્ડન બાજુથી પસાર થઈ રહેલા મિનિરલ વૉટર આપવા જતા ટેમ્પાને અટકાવીને તેની પૂરી તલાશી લીધી હતી.

જેમાં મિનરલ પાણીના જગમાંથી પાણીની જગ્યાએ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. હાલ તો પોલીસે ટેમ્પો ચલાવનાર અંબાલાલ મેવાડા અને દિનેશ મેવાડા નામના આ બે આરોપીને પકડી પાડીને વિદેશી દારૂની કુલ ૫૬ બોટલો (જેની અંદાજિત કિંમત ૨૯,૧૨૦)નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સાથે જ દારૂ મંગાવનાર કોણ હતું, મોકલનાર કોણ હતું અને કોણ-કોણ આ કાંડમાં સંડોવાયેલું છે? તેના વિશે તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા શહેરના કાપોદ્રા વિસ્તારના દિનદયાલ નગર પાસેથી પોલીસે બે ઑટો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ૪ મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે મહિલાઓની મદદથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરવાની ઓડસ ઑપરેન્ડીનો પર્દાફાશ કરી અને રૂ. ૧.૧૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *