ભેસાણમાં 10માં નું છેલ્લું પેપર આપવા જતી હતી વિદ્યાર્થી અને એટલામાં જ ટ્રકની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મૃત્યુ

એક તબીબ બનવાનું સ્વપ્ન ધરાવતી એક વિદ્યાર્થિની શનિવારે ધો.૧૦નું છેલ્લું પેપર આપવા માટે તેના માસા સાથે મોપેડ જતી હતી ત્યારે ભેંસાણ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું ત્યાને ત્યાં ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેના માસાને ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં બાજુના ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નં.૩ની પાસે ખડી મહોલ્લામાં રહેતા નિતીનભાઈ સદાશિવની ૧૬ વર્ષીય પુત્રી પ્રગતિ ઘરની નજીક જ આવેલી લોગસ મિશન સ્કૂલમાં ધો. ૧૦માં અભ્યાસ કરી રહી હતી. ધો. ૧૦ બોર્ડની પરિક્ષામાં પ્રગતિનો ઓલપાડના સેગવા ખાતે પરિક્ષા કેન્દ્રમાં નંબર આવ્યો હતો. જેથી પ્રગતિ તેના માસા સાથે મોપેડ પર પરીક્ષા આપવા માટે જઈ રહી હતી.

પ્રગતિ તેના માસા છનાભાઈ રાઠોડ સાથે મોપેડ પર બેસી અને પરિક્ષા આપવા માટે જતી હતી ત્યારે ઈચ્છાપોરથી ભેંસાણ બાજુ જતા હાઈવે પર ખુબ જ ઝડપે પસાર થતા એક અજાણ્યા ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી અને કચડાઈ ગયેલી પ્રગતિનું ત્યાંને ત્યાં ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છનાભાઈને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાંદેર પોલીસે પેલા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.

એક ડોક્ટર બનવાનું વિદ્યાર્થિનીનું સ્વપ્ન હતું :પ્રગતિના પિતા નિતીનભાઈએ પોતાના ભારે હૈયૈ એવું જણાવ્યું હતું કે, મારી દિકરીના ખુબ જ મોટા સ્વપ્નો ઘરાવતી હતી. તેનું ડોક્ટર બનવાનું પણ સપનું હતું. અભ્યાસમાં પણ પ્રગતિ તેના નામની જેમ જ ખૂબ જ હોશિયાર હતી. મને કહેતી પણ હતી કે પપ્પા મારે ડોક્ટર બનવાનું છે પણ મારી દિકરીના સ્વપ્ન અધુરા જ રહી ગયા.

Leave a Reply

Your email address will not be published.